Corona Vaccine – Dharpur Medical College
આજ રોજ જિલ્લા વેક્સિન સ્ટોર, ધારપુર મેડિકલ કોલેજ (Dharpur Medical College) કેમ્પસ ખાતે ગાંધીનગરથી કોરોના વેક્સિનનો (Corona Vaccine) જથ્થો આવી પહોંચ્યો છે. જેમાં પાટણ જિલ્લા માટે કુલ ૧૦૨૪૦ ડોઝનો સમાવેશ થાય છે.
તા.૧૬ જાન્યુઆરીથી પાટણ જિલ્લાના નીચે મુજબના ૬ સ્થળોએ પ્રથમ તબક્કામાં હેલ્થકેર વર્કર્સને કોરોનાની વેક્સિન આપવામાં આવશે.
૧. સીએચસી, ચાણસ્મા
૨. ધારપુર મેડિકલ કોલેજ, ધારપુર
૩. જનરલ હોસ્પિટલ, પાટણ
૪. સીએચસી, સમી
૫. સીએચસી, રાધનપુર
૬. સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સિદ્ધપુર
પ્રથમ દિવસે ઉપરોક્ત પ્રત્યેક સ્થળે દિવસ દરમિયાન ૧૦૦ લોકોને રસી આપવામાં આવશે. જેથી, જિલ્લામાં પ્રથમ દિવસે કુલ ૬૦૦ હેલ્થકેર વર્કર્સને કોરોનાની રસી મૂકવામાં આવશે.
#PTNNews #CoronaVaccine #Gujarat #પાટણ #Patan