ગુજરાત રાજયમાં સતત પેટ્રોલ અને ડિઝલના ભાવ વધારાને લઈ ગરીબ અને મધ્યમ વર્ગીય લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.
ત્યારે વિરોધ પક્ષા કોંગ્રેસ દવારા સતત વધી રહેલા પેટ્રોલ અને ડિઝલના ભાવ વધારાને લઈ રાજયવ્યાપી ધરણાનો કાર્યક્રમ આજરોજ યોજાયા હતા ત્યારે મહેસાણા કોંગ્રેસ દવારા પેટ્રોલ ડિઝલના ભાવવધારા મુદે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
બહુચરાજીના ધારાસભ્ય સહિત હોદેદારો દ્વારા ભાજપ વિરુધ્ધવિવિધ સૂત્રોચ્ચાર પોકારી વર્તમાન સરકાર સામે વિરોધ પ્રદશિતત કર્યો હતો. તો મહેસાણા ગાંધીબાપુની પ્રતિમા પાસે કોંગ્રેસના આગેવાનો- હોદેદારો અને ધારાસભ્ય દ્વારા બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદશિત કરવામાં આવ્યો હતો.
