સિધ્ધપુરના પટેલ જયંતિ સોમા આંગડીયા પેઢીનો કર્મચારી અમદાવાદથી સિધ્ધપુર હાઈવે પર આંગડીયુ લઈને જતાં દેથળી ચારરસ્તા પાસે સિલ્વર કલરની ગાડીમાં આવેલા ચાર ઈસમોએ આ કર્મચારીને છરો બતાવી લુંટ ચલાવતાં ચકચાર મચી જવા પામી છે.
આ આંગડીયા પેઢીનો કર્મચારી સોના અને હીરાના પેકેટ ભરેલ થેલો કિંમત રુપિયા ૬.૬૪ લાખનો મુદામાલ લઈને આવતાં સિધ્ધપુર દેથળી ચારરસ્તા પાસે લુંટાયો હતો. આંગડીયાનો કર્મચારી પટેલ કનુભાઈ સોમાભાઈ એકિટવા પર આંગડીયુ લેવા દેથળી સર્કલ પાસે આવ્યો હતો ત્યારે આંગડીયુ લઈને જતાં અજાણ્યા ચાર ઈસમોએ લુંટ ચલાવતાં સિધ્ધપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.
તો આ લુંટની ઘટનાને પગલે પાટણ જિલ્લા પોલીસવડા અક્ષાયરાજ મકવાણા તાત્કાલિક સિધ્ધપુર દોડી આવ્યા હતા અને સિધ્ધપુર પોલીસ, પાટણ એલસીબી, એસઓજી સહિતની ટીમોને નાકાબંધી કરી ત્વરીત લુંટારુઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.