પાટણ શહેર સહિત ગુજરાતમાં નાનામાં નાના ગ્રામીણ વિસ્તાર થી માંડીને મેગા શહેરોમાં પંચાયત મંત્રી તરીકે અનેક લોકોપયોગી કર્યો કરનાર અને પાટણના પુર્વ ધારાસભ્ય અને પુર્વ સંસદીય સચિવ તરીકે ની જવાબદારી સુપેરે નિભાવનાર લોકલાડીલા નેતા અને ૧૦૮ થી ઓળખાતા રણછોડભાઈ દેસાઈ ના જન્મદિન પ્રસંગે પાટણ તાલુકા ભારતીય જનતા પાટીના આગેવાનો કાર્યકર્તાઓ દ્વારા રવિવારે અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે રણછોડભાઈ દેસાઈ ના જન્મદિવસ પ્રસંગે શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી.
ત્યારે પાટણના પૂર્વ ધારાસભ્યના ૬૪માં જન્મદિનને લઈ વિવિધ સેવાકીય પ્રકલ્પો સાથે તેઓના જન્મદિનની ઉજવણી વિવિધ સામાજીક અને સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા કરવામાં આવી હતી જેને લઈ પાટણ શહેરના બાબુના બંગલા પાસે આવેલી મહિલા મંડળ ખાતે ગરીબ અને જરુરીયાતમંદવાળી બહેનોને સિવણનું કામ શીખવવામાં આવતું હોવાથી સંસ્થામાં સિલાઈ મશીનની જરુરીયાત હોઈ ફ્રેન્ડસ ગૃ્રપ દ્વારા મહિલા મંડળને ધારાસભ્યના હસ્તે ત્રણ જેટલા સિલાઈ મશીનો અર્પણ કરાવી તેઓના જન્મદિનની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.
ત્યારે કાર્યક્રમની શરુઆતમાં મહિલા મંડળ દ્વારા રણછોડભાઈ દેસાઈ સહિત પાલિકા પ્રમુખ અને પાટણ તાલુકા ભાજપના પ્રમુખનું ભારતીય પરંપરા અનુસાર કુમકુમ તિલક કરી તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહિલા મંડળની બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલી કેકને પૂર્વ ધારાસભ્યના હસ્તે કપાવી તેઓના જન્મદિનની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
આ પ્રસંગે પૂર્વ સંસદીય સચિવ રણછોડભાઈ દેસાઈએ પોતે સરકાર હોવાથી મહિલા મંડળની બહેનોને તેઓને લગતું કોઈપણ કામકાજ હોય તો સંકોચ વિના જણાવી અનુરોધ કરી પોતાના જન્મદિનને લઈ તેઓના નિમિત થકી જરુરીયાતમંદ બહેનોને સિલાઈ મશીન ફ્રેન્ડસ ગૃ્રપ દવારા અર્પણ કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.
તો પાટણ શહેરમાં ફ્રેન્ડસ ગૃ્રપ દવારા સેવાવસ્તીની બહેનોને પણ રણછોડભાઈના જન્મદિનને લઈ તેઓના હસ્તે સાડીઓનું પણ વિતરણ કરાવી તેઓના જન્મદિનની ઉજવણી સેવાકીય પ્રકલ્પો સાથે કરવામાં આવી હતી.