હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવિર્સટી પાટણમાં ૯૩ લાખના ખર્ચે બનાવવામાં આવેલ આેિક્સજન પ્લાન્ટમાંથી આેિક્સજનના સપ્લાય શરૂ કરવા માટે ભાવ નક્કી કરવા મુશ્કેલીમાં મુકાઈ છે. આયોજન અંગે મેનેજમેન્ટ કમિટીની બેઠક મળી હતી.જેમાં પ્લાન્ટ માટે આેિકસજન સપ્લાયનો સ્ટાફ આેિક્સજન ભરવા માટે નાના અને મોટા બાટલાની ખરીદી તેમજ ગ્રાહકોનો સર્વે કરવા અંગેની ચર્ચાઆે કરીને આયોજન તૈયાર કરવામાં આવ્યું હતું પરંતુ ભાવ હજુ નક્કી કરી શકાયો નથી.
આગામી બેઠકમાં પ્લાન્ટમાંથી આેિક્સજન વિતરણ કયારે શરૂ કરવુ તે અંગે નિર્ણય લેવાશે. યુનિવિર્સટીમાં બનેલ આેિક્સજન પ્લાન્ટનો મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ કરે પંદર દિવસ થઈ ગયા છે.
પરંતુ વિતરણની વ્યવસ્થા સ્ટાફનો અભાવ જેવા વિવિધ મહત્વના મુદ્દાઆેને લઇ આેિક્સજનનો સપ્લાય શરૂ થવા પામ્યો નથી.ત્યારે સોમવારે મેનેજમેન્ટ કમિટીની બેઠક મળી હતી.જેમાં આેિક્સજન પ્લાન્ટ માટે જરૂરી સ્ટાફની ભરતી કરવા માટે જાહેરાત આપવી તેમજ પ્લાન્ટમાંથી કેટલા લોકો આેિક્સજન લેશે તેનો સર્વે કરવો ,
કયા કયા પ્રકારના બાટલાની ખરીદી કરવી અને આેિક્સજનના બાટલાના શું ભાવ નક્કી કરવા તે અંગેની સભ્યો દ્વારા ચર્ચા કરીને આ અંગેનો તમામ રિપોર્ટ ભેગા કરી આગામી બેઠકમાં પ્લાન્ટ ક્યારથી શરૂ કરવો તેઆે નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠકમાં કમિટીના અધ્યક્ષ જે.જે. વોરા , સભ્ય સ્નેહલ પટેલ સહિતના સભ્યો હાજર રહ્યા હતા.