Audi ભારતમાં બે ઈલક્ટ્રોનિક એસયુવી e-tron અને e-tron Sportback 22 જુલાઈએ લોન્ચ કરશે. 5 લાખ રૂપિયામાં તમે કોઈ પણ SUVની બુકિંગ કરી શકો છો. Audi Indiaની તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાપ કંપની e-tron બ્રાંડ હેઠળ ઘણા બીજા મોડલ્સ લોન્ચ કરશે.
Audi આ બધી ઈલેક્ટ્રિક SUV દ્વારા ભારતમાં પોતાનુ ઈલેક્ટ્રિક વ્હીકલના સફરની શરૂઆત કરશે. Audi Indiaના હેડ બલબીર સિંહ ઢિલ્લને જણાવ્યું કે ભવિષ્ય હવે ઈલેક્ટ્રિક કારોનું છે. અમે એક નહીં પરંતુ બે ઈલેક્ટ્રિક કારો e-tron અને e-tron Sportbackના બુકિંગની શરૂઆત કરતા ખૂબ ઉત્સાહિત છીએ.
બલબીર સિંહ ઢિલ્લ કહ્યું કે e-tron કોઈ એક પ્રોડક્ટ નથી. પરંતુ આ પોતાનામાં એક બ્રાન્ડ છે. અમે આ બ્રાન્ડ હેઠળ ઘણા બીજા નવા મોડલ્સ લોન્ચ કરીશું. આ ફક્ત એક કાર નથી પરંતુ એક યુગની શરૂઆત છે. ઈલેક્ટ્રિક યુગની, આ કારો ભવિષ્યની છે અને ભવિષ્ય માટે છે. ગ્રાહક e-tron અને e-tron Sportbackની બુકિંગ ઓનલાઈન કરી શકે છે. તેના માટે કંપનીની વેબસાઈટ પર જઈ શકાય છે. આ ઉપરાંત Audi India ડીલરશીપમાં જઈને પણ આ બુકિંદ કરી શકાય છે.