Triumph Rocket 3GT

ભારતમાં ટ્રાયમ્ફે પોતાની નવી જબરજસ્ત બાઈક ટ્રાયમ્ફ રોકેટ 3 જીટી (Triumph Rocket 3GT) ને લોન્ચ કરી છે. તેની કિમત 18.4 લાખ રૂપિયા છે. જો કે, આ કિંમત રોકેટ 3Rની તુલનામાં 40,000 રૂપિયાથી વધુ છે. જો તમે આ બાઇકને બુક કરાવવા માંગતા હોવ તો, દેશભરમાં તેનું બુકિંગ શરૂ થઈ ગયું છે. 

Triumph Rocket 3GT મા  2,458-cc નું ટ્રિપલ સિલિન્ડર એન્જીન આપવામાં આવ્યું છે. આ એન્જીન  167PSની પાવર અને 221Nmનો વધુ ટોર્ક પેદા કરવામાં સક્ષમ છે. તો આ સાથે બાઇક ન માત્ર ભારતની પરંતુ વિશ્વની સૌથી શક્તિશાળી બાઇકમાંથી એક છે.

Triumph Rocket 3GT

ટ્રાયમ્ફ બાઇકના શોખીનોને આકર્ષવા માટે કંપની પોતાના પોર્ટફોલિયોમાં રોકેટ 3 મોડલની જીટી વર્ઝનને જોડવા ઈચ્છે છે. તથા જો ત્રણ સિલિન્ડર અને ટ્વિન એગ્ઝોસ્ટની સાથે ચોક્કસપણે સ્પોર્ટ્સ બાઇકમાં એક અનોખી ઓળખ બનાવશે. 

રોકેટ 3નું નવું જીટી વર્ઝન Rocket 3R  બાઇકથી ખુબ અલગ હશે. તેમાં આરામદાયક સીટો અને વિન્ડસ્ક્રીનની સાથે ABS અને ટ્રેક્શન કંટ્રોલ જેવી સુવિધાઓને પણ જોડવામાં આવી છે. તથા આ પાવરફુલ બાઇકમાં બ્રેકિંગ માટે Brembo M4.30 સ્ટાઇલમા 4-પિસ્ટન રેડિયલ કેલિપર આપવામાં આવ્યું છે. તો આ સાથે બાઇક ચાર રાઇડિંગ મોડ અને ક્રૂઝ કંટ્રોલ વિકલ્પની સાથે લોન્ચ કરવામાં આવી છે. 

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024