પાટણ શહેર નજીક આવેલા સરસ્વતી તાલુકાના અઘાર ગામે લીમડીવાળા ગોગા મહારાજ ના મંદિર પરિસર ખાતે મંગળવાર ના શુભ દિને ચોવીસ માં મંદિર પ્રતિષ્ઠા દિન ની ભિક્તમય માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી.
શ્રી લીમડીવાળા ગોગા મહારાજ ના મંદિર પરિસર ખાતે આયોજિત પ્રતિષ્ઠા દિનની ઉજવણીના ઉપલક્ષ્યમાં આયોજીત કરાયેલા ધાર્મિક ઉત્સવોમાં વહેલીસવારથી જ ગોગા મહારાજના ભક્ત જનોએ ઉપિસ્થત રહી કોરોના ની ગાઈડલાઈન મુજબ દર્શન પ્રસાદનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.
મંદિર નાં પ્રતિષ્ઠા દિન નિમિત્તે શ્રી ગોગા મહારાજ મંદિર પરિસરને રંગબેરંગી ફૂલો ની આંગી કરી સુશોભિત બનાવવામાં આવ્યું હતું.
શ્રી લીમડીવાળા ગોગા મહારાજ મંદિર પરિસરના ભુવાજી દ્વારા તમામ દર્શનર્થીઆે ને રૂડા આશીર્વાદ આપી સમગ્ર વિશ્વમાંથી કોરોના ની વૈશ્વકિ મહામારી નાબુદ થાય અને વિશ્વનુ કલ્યાણ થાય તે માટેની કામના વ્યક્ત કરી હતી.