પાટણ ના ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રય માં જૈનાચાર્ય રાષ્ટ્રસંત ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય જયન્તસેન સૂરીશ્વરજી મહારાજના શિષ્ય મુનિરાજ શ્રી ચારિત્રરત્ન વિજયજી મહારાજ અને મુનિરાજ શ્રી નિપુણરત્ન વિજયજી મહારાજ આદિઠાણા ૩૪ ની પાવન નિશ્રામાં ત્રિસ્તુતિક જૈન સંઘ પાટણ દ્વારા ત્રિદિવસીય જિનેન્દ્ર ભક્તિ મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે વારાહીના શાન્તિનાથ ભગવાન ની ઉપાશ્રય માં પાવન પધરામણી કરવામાં આવી હતી. મહોત્સવ દરમિયાન રોજ સવારે અનેક દુર્લભ ઔષધિ ને શુદ્ઘ પાણી માં પલાળી તેનાથી ભગવાન શાન્તિનાથના અભિષેક થી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવતો હતો.
અને દિવસ દરમ્યાન પુજા અર્ચના જાપ ભક્તિ સહિત અનેક કાર્યક્રમો યોજાયા હતા. પરમાત્માને બિરાજમાન કરવા માટે ઉપાશ્રયમાં ભવ્ય આકર્ષક મંડપ બનાવીને રંગબેરંગી ફુલોનું ડેકોરેશન તેમજ રંગોળીથી સજાવવામાં આવ્યો હતો. મહોત્સવ ના દરેક દિવસે અલગ અલગ સંગીતકાર દ્વારા સંગીતના વિભિન્ના રાગોમાં ભગવાનની ભક્તિ કરવામાં આવી હતી.
કાર્યક્રમનું આયોજન કોવિડની ગાઈડલાઈન મુજબ માર્યાદિત સંખ્યામાં લોકોને ઉપસ્થિતિ રાખી ને કરવામાં આવ્યું હતું. મહોત્સવ દરમિયાન નગરપાલિકા ચીફ ઓફિસર પાંચાભાઈ અને પાલિકા પ્રમુખ સ્મિતાબેન સહિત અનેક લોકો કાર્યક્રમમાં ઉપસ્થિતિ રહ્યા હતા.