ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧ર સાયન્સની પરીક્ષામાં માસ પ્રમોશન આપ્યા બાદ શાળાઆે દ્વારા વિધાર્થીઆેને માર્કશીટનું વિતરણ કરવામાં આવતા જ કોલેજમાં પ્રવેશ માટે વિધાર્થીઆે કોલેજના આંટાફેરા કરતા શરૂ થઈ ગયા છે.
પાટણ સ્થિતિ કોલેજ કેમ્પસમાં આવેલ સાયન્સ કોલેજ તેમજ અન્ય બે સેલ્ફ ફાઈનાન્સ કોલેજોમાં પ્રવેશ મેળવવા માટે વિધાર્થી ભાઈ બહેનોની પૂછપરછ શરૂ થવા પામી છે.
જોકે, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવિર્સટી પાટણ દ્વારા પ્રવેશ પ્રક્રિયાને લઇને આેફલાઈન પ્રવેશ પ્રક્રિયા કરવી કે આેનલાઈન તેને લઈને કોઈ ચોક્કસ ગાઇડલાઇન જાહેર નહી કરાતા કે પ્રવેશના નિયમો બાબતે સ્પષ્ટતા નહી કરવામાં આવતા કોલેજના સત્તાધીશો વિધાર્થીઆેને આેફલાઈન પ્રવેશ આપવો કે આેનલાઇન તેની મૂંઝવણ અનુભવી રહ્યા છે.
આ અંગે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવિર્સટીના કુલપતિ ડા જે જે વોરાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે આ બાબતે યુનિવિર્સટી દ્વારા ટૂંક સમયમાં જ તેનો નિર્ણય જાહેર કરવામાં આવશે, જો કે બીજી તરફ નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત ઈન્દુ દયાલ મેસરી સાયન્સ કોલેજમાં પ્રવેશની આેફલાઈન પ્રક્રિયાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો જેથી વિધાર્થીઆે દ્વારા પ્રવેશ ફોર્મ ભરવાની શરૂઆત કરવામાં આવી છે પરંતુ ગ્રાન્ટેડ સાયન્સ કોલેજોમાં હજુ સુધી યુનિવિર્સટીની કોઈ ગાઇડલાઇન નહી પહોંચતા કોલેજના સત્તાધીશો પ્રવેશ પ્રક્રિયાને લઇને અવઢવમાં હોવાનું જાણવા મળ્યું હતું.