જાયન્ટ્સ પાટણ અને જાયન્ટ્સ સહિયર પરિવાર દ્વારા પ્રોજેક્ટ નં ૭૦ અંતર્ગત પાટણ નગર અને ગામડામાંથી આવેલ નાની બાળકીઆે જેઆે ગોરો નું વ્રત કરેલ છે તેવી ૩પ૮ બાળકીઆેને ઝવેરા સાથેના કુંડા, પૂજાપો જેના દાતા જેવો દરેક રીતે આમ આદમીને મદદ રૂપ થાય છે.તેવી ૩પ૮ કીટ ના વિતરણ હિગળાચાચર પાસે આવેલા હરિ હરેશ્વર મહાદેવના મંદિર ખાતે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સુરેશભાઈ સી પટેલ જણાવ્યું હતું કે જાયન્ટ ગ્રુપ નો ૭૦ મો પ્રોજેક્ટ માં નાની બાળાઆે જે ગૌરી વ્રત કરે છે તેમણે પૂજાપો અને ઝવેરા આપવાનો પાટણ ખાતે આ પહેલીવાર કાર્યક્રમ કરવામાં આવ્યો છે તે બદલ જાયન્ટ ગ્રુપના પ્રમુખ ને અભિનંદન પાઠવ્યા હતા.
તો સુરેશભાઇ પટેલને નટુભાઈ દરજી દ્વારા પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા જાયન્ટ મિત્રો અને સહિયર બહેનોની મદદ થી ૭૦ જેટલા પ્રોજેકટો પૂર્ણ કરવામાં આવ્યા હતા.