પાટણ શહેરમાં દાગીના ધોવાના બહાને કેટલીક ઠગ ટોળકી મહિલાઓની એકલતાનો લાભ લઇને પોતાની આગવી વાક છટા માં ભોળવી ધોળે દિવસે લૂંટી લેતાં હોવાના બનાવો બનતાં હોવાની ઘટનાઓ અવારનવાર પ્રકાશમાં આવી રહી છે .

ત્યારે આવો જ એક કિસ્સો ગુરુવારની બપોર પાટણ શહેરના ઝવેરી બજાર વિસ્તારમાં આવેલા ફોફળિયા વાડામાં રહેતા વૃદ્ઘ દંપતીને ત્યાં બે ઈસમો પાવડર અને લીકવિડની જાહેરાત અર્થે આવેલા હોય તેમ જણાવી મહિલાનાં હાથ ઉપર કોઈ પ્રદાર્થ લગાવતાં ભાન ભૂલી ગયેલ મહિલાએ પોતાના હાથમાં પહેરેલી સોનાની બંગડીઓ ધોવા માટે આપી હતી.

આ બાબતે મહોલ્લાની અન્ય મહિલાઓને જાણ થતાં અને તેઓ દ્વારા બુમ પાડતાં ઉપ્રોક્તં બન્નો ઈસમો લીકવીડમાં સાફ કરવા મુકેલી સોનાની બંગડી મુકી મોહલ્લાની બહાર બાઇક લઇને ઉભેલા શખ્સની પાછળ બેસી ભાગી છૂટવામાં સફળ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

તો આ ઘટનાનો સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં પોલીસે ઘટનાસ્થળે વૃદ્ઘ દંપતીનું નિવેદન લઇ આ ઠગ ટોળકીને ઝડપી લેવા માટે સીસીટીવી ફૂટેજના આધારે તપાસના ચક્રો ગતિમાન બનાવ્યા હોવાનું જણાવ્યું હતું.
તો મનોજ ઝવેરીએ ઘટનાની માહિતી આપતા જણાવ્યું હતું કે પાટણ ની જનતા લોભ કે લાલચમાં ના આવે અને મહોલ્લામાં કે સોસાયટીઓમાં ફેરિયાઓને ન આવવા દેવા પણ અપીલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024