સમગ્ર રાજયમાં સરકાર દવારા રપ જુલાઈના રોજ સુપર સ્પ્રેડર ગણાતાં તમામ વેપારીઓનો વેકિસનેશનનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો ત્યારે પાટણ શહેરમાં પણ સિવીલ હોસ્પિટલ ખાતે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષાતામાં સુપર સ્પ્રેડર રસીકરણ અભિયાનનો શુભારંભ દિપ પ્રાગટય કરીને કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોનું બુકે દવારા સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારી દવારા આરોગ્ય વિભાગ દવારા કરવામાં આવતા સ્થળ પર રજીસ્ટ્રેશનની કામગીરીને નિહાળી હતી ત્યારબાદ ૧૮ વર્ષથી ઉપરના સુપર સ્પ્રેડરની વ્યાખ્યામાં આવતાં એવા દુકાનદાર, શાકભાજીવાળા, સલુનવાળા, મેડિકલ, પાનના ગલ્લાવાળા, મોબાઈલ શોપ વાળા સહિતના લોકોને તેઓની દેખરેખ હેઠળ રસી આપવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતુંકે પાટણ શહેરમાં સુપર સ્પ્રેડરની વ્યાખ્યામાં આવતાં આઠ હજાર વેપારીઓમાંથી પાંચ હજાર જેટલા સુપર સ્પ્રેડરે રસી મુકાવી દીધી છે અને બાકીના ત્રણ હજાર જેટલા સુપર સ્પ્રેડરની વહેલી તકે રસી મુકાવી શહેરને કોરોનામુકત બનાવવા તરફ વહીવટી તંત્ર જઈ રહયું હોવાનું જણાવ્યું હતું.
અને વધુમાં ૧૮ વર્ષથી ઉપરના અને ૪પ વર્ષથી ઉપરના તમામ લોકોને વહેલી તકે કોરોનાની વેકિસન લઈ કોરોનાને હરાવી સંભવિતત્રીજી વેવ સામે રક્ષાણ મેળવવા અનુરોધ કરવામાં આવ્યો હતો.