પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ચોમાસાની શરુઆતમાં મેઘરાજાએ ધમાકેદાર આગમન કર્યા બાદ સંપૂર્ણ પણે વિરામ લેતાં અસહય ઉકળાટ સાથે જગતના તાત દવારા વાવેતર કરવામાં આવેલા ચોમાસુ પાકોના બીજ નિષ્ફળ બને તેવી શકયતા સેવાઈ રહી છે ત્યારે શનિવારની સાંજે વિજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાએ પધરામણી કરતાં જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જયારે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોએ અસહય ઉકળાટમાંથી હાશકારો અનુભવ્યો હતો.

શનિવારની સાંજે અચાનક વાતાવરણમાં આવેલા બદલાવ સાથે આકાશમાં કાળા ડીબાંગ વાદળો અને વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદનાં આગમનથી લેવલ વગરના પાલિકા દવારા બનાવવામાં આવેલા માર્ગો પર ઢીંચણ સમા વરસાદી પાણી ભરાયા હતા. તો શહેરના ટેલીફોન એક્ષાચેન્જ વિસ્તાર જાણે બેટમાં ફેરવાયો હોય તેવા દૃશ્યો સર્જાયા હતા.

મુશળધાર વરસાદના કારણે પાલિકાના પિ્રમોન્સુન કામગીરી પણ કયાંકને કયાંક નિષ્ફળ નિવડી હોય તેવો અહેસાસ નગરજનોએ અનુભવ્યો હતો. એકંદરે પાટણમાં શનિવારની સાંજે પડેલા વરસાદના કારણે લોકોએ મુશ્કેલી વચ્ચે પણ આનંદની લાગણી અનુભવી હતી. તો રવિવારના રોજ પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસાદ પડતાં શહેરીજનોએ અસહય ઉકળાટ વચ્ચે ઠંડકનો અનુભવ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024