ઉત્તર ગુજરાતમાં પરપ્રાંતિય યુવતિઓને બોલાવી દલાલો મારફતે નવયુવાનો સાથે લગ્ન કરાવવાનો મોટો વેપલો દલાલો દ્વારા કરવામાં આવી રહયો છે. અને આવા દલાલો પરપ્રાંતિય યુવતિઓને યુવાનો સાથે માત્ર પાંચ થી દશ દિવસ જ રાખ્યા બાદ સગેવગે કરી લાખો રુપિયાનું કૌભાંડ આચરવામાં આવી રહયા હોવાના કેટલાક બનાવો પ્રકાશમાં આવતા હોય છે
ત્યારે રાજસ્થાનના ગઢ સેવાણાના અરવિંદભાઈ જૈન નામના યુવકને મહેસાણાના મનોજભાઈ સહિતના ત્રણ દલાલોએ ૧.૮૦ લાખ જેટલી માતબર રકમ લઈ પરપ્રાંતિય યુવતિ સાથે તેઓના લગ્ન કરાવ્યા હતા. પરંતુ માત્ર છ દિવસમાં જ આ યુવતિ અરવિંદભાઈ જૈનના ઘરેથી ફરાર થઈ ગઈ હતી ત્યારે રાજસ્થાનના આ યુવકે મહેસાણાના દલાલ મનોજભાઈને યુવતિ બાબતે પુછપરછ કરતાં તેઓએ કોઈ યોગ્ય જવાબ ન આપતાં તેઓએ તેઓને ૧.૮૦ લાખનો લગ્નના બહાને ચુકો દલાલો મારફતે લગાવ્યા હોવાનો અહેસાસ થયો હતો.
જેને લઈ તેઓ દ્વારા રાજસ્થાનમાં મહેસાણાના દ લાલો વિરુધ્ધ પોલીસ ફરયાદ કરવાની પણ તજવીજ હાથ ધરી આવનાર દિવસોમાં લગ્ન ઈચ્છુક યુવાનો આવા દલાલોના સકંજામાં ન આવી પોતાની મસમોટી મુડી બરબાદ ન થાય તે દિશામાં પ્રયત્નો પણ હાથ ધરવામાં આવનાર હોવાનું અરવિંદભાઈ જૈને જણાવ્યું હતું. તો ઉત્તર ગુજરાતમાં વધી રહેલા લગ્ન કરાવીને યુવકોને લુંટનાર દલાલો સામે પોલીસ લાલ આંખ કરી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરે તેવી પણ લોકમાંગ ઉઠવા પામી છે.