પાટણ શહેરને શુદ્ઘ અને ફિલ્ટર પાણી પૂરૂ પાડતા ફિલ્ટર પ્લાન્ટ ને કાર્યરત બનાવ્યા બાદ આજ દિન સુધી તેની કયારેય સંપૂર્ણ રીતે સફાઈ કામગીરી કરવામાં આવેલ ન હોઈ જેને ધ્યાનમાં રાખીને પાટણ નગરપાલિકાના વોટર વર્કસ શાખાના ચેરમેન દીક્ષિત પટેલ દ્વારા સોમવારના રોજ બપોર પછી આ ફિલ્ટર પ્લાન્ટ ની સંપૂર્ણ સફાઈ અભિયાન કામગીરી પાલિકા નાં કમચારીઓ મારફત હાથ ધરવામાં આવી હતી.
જેને કારણે સોમવારે પાલિકા દ્વારા શહેરીજનોને પુરો પડાતો પાણી નો જથ્થો ફક્ત સવારે ઉપલબ્ધ બનાવવામાં આવશે અને બપોર પછી અપાતો પાણી પુરવઠો સમગ્ર પાટણ શહેર માં બંધ રાખવામાં આવનાર હોય જેને ધ્યાનમાં રાખીને પાટણનાં તમાંમ નગરજનોએ સોમવારે સવારે જરૂરિયાત મુજબ પાણી નો સંગ્રહ કરી રાખવા વોટર વર્કસ શાખાના ચેરમેન દીક્ષિત પટેલે અનુરોધ કર્યો છે.
ત્યારે આજરોજ પાલિકાના ઉપપ્રમુખ, પક્ષાના નેતા દેવચંદ પટેલ સહિત વોટર વર્કસ શાખાના ચેરમેને ટાંકાની મુલાકાત લઈ તેની સંપૂર્ણ સ્વચ્છતા થાય તે દિશામાં પ્રયત્નો હાથ ધાર્યા હતા. આ પ્રસંગે દિક્ષાીત પટેલે ફિલ્ટર પ્લાન્ટ ખાતે આવેલા ઓવરહેડ બે ટાંકા સહિત અંડરગ્રાઉન્ડ ટાંકાની કર્મચારીઓ દ્વારા સ્વચ્છતા હાથ ધરી હોવાથી આગામી સમયમાં શહેરમાં આવતાં દુષીત અને ગંદા પાણીનો મહદ અંશે નિકાલ આવવાની આશા પણ વ્યકત કરી હતી.