પાટણ નગરપાલિકામાં ગતરોજ મળેલી સામાન્ય સભામાં ભાજપ શાસિત સત્તાપક્ષો બહુમતીના જોરે રજાચિઠીના મામલે બેધારી નીતિના નિર્ણયો કરતાં વિવાદ સર્જાયો હતો અને ભાજપ શાસિત સત્તાપક્ષના મળતીયાઓને બચાવવા રેસીડેન્ટની મંજૂરી પર કોમશીયલ બાંધકામ કયું હોવા છતાં તેને બચાવવાના પ્રયત્નોના ભાગરુપે શહેરના સુભાષચોક પાસે બનેલા તોતીંગ કોમશીયલ કોમ્પ્લેક્ષ અને જૂના રેડક્રોસ ભવનની સામે પણ રેસીડેન્સીયલ મંજૂરી પર કોમશીયલ થયેલા બાંધકામની રજાચિઠીઓને માન્ય રાખી તેઓને નોટીસની બજવણી કરી તેને ખુલાસો પુછવાનું મંજૂર કરવામાં આવ્યું હતું જયારે આવા ને આવા જ કેસમાં રાજમહેલ રોડ પર રેસીડેન્સીયલ મંજૂરી પર કોમશીયલ બાંધકામ કરવાવાળાની રજાચિઠી નામંજૂર કરી તેનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાનું સામાન્ય સભામાં શાસક પક્ષો બહુમતીના જોરે મંજૂર કરતાં વિવાદ સર્જાયો હતો.
આમ, ગતરોજ મળેલા બોર્ડમાં રજાચિઠી મામલે જ્ઞાતિવાદ રાખી પોતાના મળતીયાઓ બે બિલ્ડરોનો આબાદ બચાવ કરી એકની સામેજ કાયદેસરની કાર્યવાહી કરવા ઠરાવ કરવામાં આવ્યો હતો. આ અંગે અપક્ષના ડો.નરેશ દવેએ જણાવ્યું હતું કે શાસક પક્ષના ટી.પી. ચેરમેન એકબાજુ રાજમહેલ રોડ પર રેસીડેન્સીયલ રજાચિઠીને રદ કરી તેનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની વાત કરે છે તો
બીજીબાજુ એજ ટી.પી. ચેરમેન અને શાસક પક્ષાના સભ્યો જલારામ મંદિર ચોક પાસે આવેલા અને જૂના રેડક્રોસ ભવનની સામે આવેલા કોમશીયલ બાંધકામોમાં પણ રજાચિઠી રેસીડેન્સીયલની લીધી હોવા છતાં તેઓની રજાચિઠી મંજૂર રાખી તેઓને નોટીસ પાઠવવાનું કહી તેઓને છાવરવામાં આવી રહયા હોવાના આક્ષેપો કરી આવો ભ્રષ્ટાચાર ડો.નરેશ દવેએ પોતાની રાજકીય કારકિદીમાં પ્રથમવાર જોયા હોવાના પણ આક્ષેપો કર્યા હતા.