ગુરુવારની મોડી રાિત્રએ સિધ્ધપુર પોલીસ પ્રેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેઆેને ચોક્કસ બાતમી મળતા તેઆેએ એક સફેદ રંગની શિફ્ટ ડિઝાયર ગાડીને ખળી ચાર રસ્તા પાસે નાકાબંધી કરી રોકવા જતાં ગાડી ઉભી રાખેલ નહી તેથી તેનો પીછો કરી પકડતા તે ગાડીમાંથી પ૭૬ નંગ દારૂની બોટલો તેમજ ટીન મળી આવ્યા હતા.
સિદ્ઘપુર પોલીસનો સ્ટાફ પ્રેટ્રોલિંગમાં હતો તે દરમિયાન તેઆેને ચોક્કસ બાતમી મળતા સિધ્ધપુર સરસ્વતી નદી ના પુલ પાસે નાકાબંધી કરી એક પાલનપુર થી મહેસાણા તરફ જતી સફેદ રંગની શિફ્ટ ગાડીને રોકવા જતા ગાડીના ચાલકે ગાડી રોકી નહી પરંતુ ગાડી ભગાવી દીધેલ જેથી તેને પીછો કરતા. આ ડિઝાયર ગાડી ખળી ચોકડી પાસે ચોકડી માં અથડાઈ જવા પામી હતી અને ગાડીમાં બેસેલા બે ઈસમો ગાડીમાંથી ભાગવાની કોશિશ કરતા તેઓને પકડી પાડયા હતા.
અને ગાડીના ડ્રાઇવર કુલદીપિસહ શેતાનિસહ રાજપુત ઉંમર ૧૮ રહે ભારજા ભીમાણા તાપિડવાડા જિ.શિહોરી ( રાજસ્થાન ) તેમજ ગાડીના ડ્રાઇવર પાસેની સીટ પર બેઠેલો મગારામ ભગવાનરામ જાટ ઉંમર ર૩ રહે.રામજી કાગોલ , તા.ગુડામાલાની જિ.બાડમેર (રાજસ્થાન ) ની પૂછપરછ કરતા ગાડીમાં દારૂ હોવાનું જણાવ્યું હતું.
જેથી ગાડીમાં તપાસ કરતા દારૂની વિદેશી બોટલો નંગ પ૭૬ ની ૧૮ પેઢીઆે મળી આવી હતી. જેથી આ ઈસમોની ધરપકડ કરી સિદ્ઘપુર પોલીસે આ દારૂ ક્યાંથી લાવ્યા અને ક્યાં લઈ જવાના છો તેવું પુછતાં તેઆેએ સિદ્ઘપુર ખળી ચાર રસ્તા પાસે મહેન્દ્રભાઇને આપવાનું જણાવ્યું હતું. જેથી સિદ્ઘપુર પોલીસે દારૂ મોકલનાર લેનાર તથા ડીલીવરી કરનાર ઈસમો વિરુદ્ઘ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

