કાંકરેજ તાલુકાના ફતેગઢ ગામે જીગર જાન બ્લડ સેવા ગ્રૂપ સમિતિ દ્વારા બ્લડ ડોનેટ કેમ્પનું એચ.કે બ્લડબેન્ક પાટણનાં સહયોગ થી આયોજન કરવામાં આવ્યું હતું.
આજનાં સમયે લોહીની ખુબજ જરૂરીયાતને પહોચી વળવા માટે આવા રક્તદાનએ મહાદાન કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે તેનાં ભાગરૂપે ફતેગઢ ગામના સરપંચ શિક્ષકગણ તેમજ ગામના જાગૃત યુવાઓ દ્વારા સુંદર આયોજન કરવામા આવ્યુ હતું. આ રક્તદાન કેમ્પમાં ૧૦૧બોટલ બ્લડ એકત્રિત કરવામાં આવી હતી.
જેમાં આજુંબાજુ ગામના યુવાનો જોડાયા હતાં. રક્તદાન કેમ્પ માં રક્ત દાન કરનાર તમામ લોકો નો સરપંચ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.