બનાસકાંઠા જિલ્લા ના કાંકરેજ તાલુકા ના ખારીયા નદી ના પટ માંથી પોલીસ ને હત્યા કરેલ હાલત માં ખારીયા ગામ ના આધેડ ની લાશ મળી હતી જે મામલે પોલીસે પૂત્ર સામે હત્યા નો ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે જો કે હત્યારો પુત્ર હજુ પોલીસ ને હાથ લાગ્યો નથી.
બનાસકાંઠા થરા પોલીસ ને ૧૧ ઓગસ્ટ ના રોજ ખારીયા ગામ ના સોમપુરી ગૌસ્વામી ની લાશ હત્યા કરેલ હાલત માં નદી ના પટ માંથી મળી હતી જે અંગે પોલીસે મૃતક ની પત્ની ની ફરિયાદ લઈ આગળ ની તપાસ હાથ ધરી હતી પોલીસે હત્યા નું રહસ્ય બહાર લાવવા માટે બનાસકાંઠા એલ સી બી ટિમ અને એફ એસ એલ ની મદદ લઇ તપાસ શરૂ કરી હતી જેમાં મૃતક ના પેનલ પી એમ બાદ સોમપુરી ગૌસ્વામી ને ગળા ના ભાગે બ્લેડ વડે ઇજા કરી બે રહેમી પૂર્વક હત્યા કરવામાં આવી હોવાનું સામે આવતા
પોલીસે શંકાસ્પદ લોકો ની પૂછ પરછ કરી હતી જો કે હત્યા બાદ એકાએક પોલીસે સ્થળ પર થી મૃતક ના પુત્ર નું બાઇક પણ મળી આવતા પોલીસે તેમના પુત્ર વિશે તપાસ કરતા પુત્ર પણ ગુમ હોવાનું બહાર આવતા પોલીસે તેના પૂત્ર પર શંકા ગઈ હતી જેમાં મૃતક ના પરિવારજનો ને આ અંગે પૂછતાજ કરતા મૃતક ના પુત્ર એ પિતા ની હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું.
તપાસ દરમિયાન જાણવા મળેલ કે મૃતક સોમપુરી ગૌસ્વામી તેમના પરિવારજનો માં મહિલા ઓ ને શોષણ કરતા હોઈ અને સારું રાખતા ના હોઈ તેનું મન દુ:ખ રાખી મૃતક ના પુત્ર મહેશે બ્લેડ થી ઇજા પોહચાડી હત્યા કરી કોઈ ને જાણ ના થાય તે માટે મૃતક ની લાશ ને નદી ના પટ માં દાટી દીધી હતી જો કે હાલ તો પોલીસે સમગ્ર ગુન્હા પર થી ભેદ ઉકેલી દીધો છે પરંતુ હજુ મુખ્ય આરોપી પોલીસ પકડ થી દુર છે જો કે હવે જોવાનું એ રહે છે કે આખરે હત્યારો પુત્ર પોલીસ ની પકડ માં ક્યારે આવે છે અને શું આ હત્યા તેના પુત્ર એકલા એ કરી છે કે પછી અન્ય લોકો પણ આ હત્યામાં સામેલ છે.