બનાસકાંઠા જિલ્લા એલસીબી પોલીસ વાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે થરાદ ભોરોલ તરફ થી એક ટ્રેકટર (ટ્રોલી સાથે) ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી આવે છે જે બાતમી હકીકત આધારે વોચમાં હતા
તે દરમ્યાન હકીકત વાળુ ટ્રેકટર આવતા ઢીમા ગામના પાટીયા પાસે રોડની સાઈડમાં ટેકટર ઊભુ રાખાવી ચાલક (૧)ચંપાલાલ રામલાલ મીરાસી -રહે. સારલા તા.સેડવા.જી.બાડમેર વાળો હાજર મળી આવી તથા મોટર સાયકલ ઉપર પાયલોટિંગ વાળા પ્રવિણ વિશ્રોઈ રહે.સીતલવાણા વાળો તથા પ્રકાશભાઇ ભેમારામ મીરાસી રહે.સારલા.તા સેડલા જી.બાડમેર (રાજસ્થાન) તથા માલ ભારાવનાર વિકાસ હિડમલરામ ગોદારા રહે. સીતલવાણા વાળાઓ મળી આવી ટ્રેકટરમાંથી વિદેશી દારુ બોટલ નંગ-પ૭૭૧/- કિ.રૂ. પ,૦૦,૩૦૦/- સહિત બાજરીના કટા, મોટર સાયકલ અને ટ્રેકટર મળી કુલ મુદામાલ કિ.રૂ.૧૦,૭ર,૩૦૦/- નો મળી આવતાં ટ્રેકટર ચાલક તેમજ અન્ય ઈસમો વિરુદ્ઘમાં પ્રોહીબીશન એક્ટ મુજબ વાવ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.