પાટણ જિલ્લા મહિલા મોરચા દ્વારા આજરોજ પાટણ પોલીસ જવાનોને રાખડી બાંધવાનો કાર્યક્રમ એ ડિવિઝન બી ડિવિઝન અને પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી ખાતે રાખવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં મહિલા મોરચાની બહેનો દ્વારા પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણા ડીવાયએસપી સોનારા તેમજ પોલીસ સ્ટાફને રાખડી બાંધીને લાંબુ આયુષ્યની શુભકામનાઓ પાઠવી હતી.
પોલીસ જવાનો પોતાના ઘરેથી દૂર રહીને પોતાની ફરજ બજાવતા હોય છે અને તહેવારોમાં પોલીસ પબ્લિક સુખાકારી માટે બંદોબસ્ત રાખવાનો હોય છે ત્યારે પોલીસ જવાનો ને પરિવાર સાથે તહેવાર ઉજવવાનો સમય હોતો નથી ત્યારે પાટણ જિલ્લા મહિલા ભાજપ મોરચા દ્વારા રક્ષાબંધનનો કાર્યક્રમ ઉજવાયો હતો.
તો પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા મહિલા મોરચાની બહેનોને રક્ષા માટે વચન આપ્યું હતું અને બહેનોનો ખુબ આભાર માન્યો હતો.