પાટણના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ પંચાયત મંત્રી રણછોડભાઇ દેસાઈ સતત પાટણ મત વિસ્તારમાં પોતાના કાર્યથી લોકપ્રિય બન્યા છે.તેઓ સતત પાટણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લેતા હોય છે અને લોકો દુઃખદ પ્રસંગોમાં અચૂક હાજરી આપી સહભાગી થતા હોય છે.
આજે પણ પાટણના ધારાસભ્ય ન હોવા છતાં પણ લોકો પોતાના કામ લઈને તેમની પાસે જાય છે.અને તેઓ પણ પોતાનાથી થતી તમામ પ્રકારની મદદ પણ કરે છે.

ત્યારે પાટણ તાલુકા ભાજપ પરિવાર દ્વારા નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને અન્ય મંત્રીઓની શુભેચ્છા મુલાકાત કરવી હતી.ત્યારે આ વાત ધારાસભ્ય રણછોડભાઇ દેસાઈને થતા તેમણે પોતાના સ્વખર્ચે પાટણમાંથી આશરે 200 જેટલા કાર્યકરો માટે બે જેટલી લકઝરી મોકલી અને અમદાવાદ ખાતે સુંદર મજાનું ભોજન કરાવી અને
ત્યારબાદ ગાંધીનગર સચિવાલય ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ,શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી,આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલ,નાણામંત્રી કનુભાઇ દેસાઇ, કિરીતિસિંહ વાઘેલા સહિત અનેક મંત્રીઓ સાથે કાર્યકરોની શુભેચ્છા મુલાકાત કરાવી હતી.

અને સમગ્ર દિવસ દરમિયાન રણછોડભાઇ દેસાઈ પાટણના કાર્યકરો સાથે રહ્યા હતા.આ કાર્યક્રમમાં પાટણ તાલુકા,જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ મોહનભાઇ પટેલ,ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલ મહામંત્રી જલુજી ઠાકોર,જિલ્લા ભાજપ મંત્રી જયરામ દેસાઈ,તાલુકા પંચાયતના પ્રમુખ માયાબેન ઝાલા સહિત પાટણના વિવિધ મંડળના પ્રમુખ મહામંત્રીઓ અને કાર્યકરોએ ઉપસ્થિત રહ્યા હતા.
આથી સમગ્ર પાટણ તાલુકા ટીમે રણછોડભાઈ દેસાઈનો આભાર વ્યક્ત કર્યો હતો.