દાઉદના સાગરિતની પત્નીએ ક્રિકેટર હાર્દિક પંડ્યા(Hardik Pandya) અને મુનાફ પટેલ(Munaf Patel) સામે દુષ્કર્મનો આક્ષેપ લગાવ્યો છે. કોંગ્રેસ નેતા રાજીવ શુક્લા(Rajeev Shukla) સામે પણ રહનુમાએ આક્ષેપ કર્યા છે.
સાંતાક્રુઝ પોલીસ સ્ટેશને નોંધાવી ફરિયાદ
દાઉદના સાગરિતની પત્નીએ સાંતાક્રુઝ પોલીસમાં સમગ્ર મામલે અરજી આપી છે. રહનુમાને યૌન સંબંધ બાંધવા માટે મજૂબર કરી હોવાનો આરોપ સાથે અન્ય વેપારીઓ સામે પણ અરજીમાં આરોપો મુકવામાં આવ્યા છે.
રહનુમાએ આપ્યું નિવેદન
ઉલ્લેખનીય છે કે, રહનુમાએ પંડ્યા અને પટેલની ઓળખ ક્રિકેટર તરીકેની જણાવી છે, તો શુક્લાને ભારતીય ક્રિકેટ બોર્ડના પૂર્વ અધ્યક્ષ ગણાવ્યા હતા. પોતાની અરજીમાં તેણીએ કોઠારી વિશે કોઈ જ વિવરણ કર્યું નથી, જો કે, રહનુમાએ જણાવ્યું કે, મેં પોલીસની પાસે FIR નોંધાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ એ નથી કરી રહ્યા. તેણી વધુમાં એમપણ કહ્યું કે, મેં સપ્ટેમ્બરમાં અરજી આપી હતી પરંતુ હવે તો નવેમ્બર આવી ગયો. મેં ઘણી વખત વિભિન્ન સ્તર પર પોલીસ અધિકારીઓ પાસેથી જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો મને તેના બદલામાં નાણાની ઓફર કરવામાં આવી હતી પરંતુ હું ભ્રષ્ટાચાર કેમ ફેલાઉ? હું મારી જગ્યાએ સાચી છું, ગુનેગારો તો તે લોકો છે.
નામ ન આપવાની શરતે અધિકારીએ તપાસ ચાલી રહી હોવાની કરી વાત
જ્યારે પ્રતિભાવ માટે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે ડેપ્યુટી પોલીસ કમિશનર મંજુનાથ સિંઘે સ્વીકાર્યું કે એક અરજી મળી હતી, પરંતુ જણાવ્યું હતું કે “હાલમાં તેમની પાસે વધુ વિગતો નથી.” નામ ન આપવાની શરતે, તેમણે કહ્યું, “અમે હવે વધુ વિગતો જાહેર કરી શકતા નથી.” હજુ તપાસની પ્રક્રિયા ચાલુ છે.