- ફુડ વિભાગ ની ત્રણ ટીમો એ ૧૨ દુકાનો માં આકસ્મિક તપાસ હાથ ધરી ૩ દુકાનો માંથી ઘી ના સેમ્પલ લીધા.
- ૨૮૬ કી.ગ્રા.ધી કિ.રૂ.૬૭૮૫૦ નો શંકાસ્પદ જથ્થો સીઝ કરાયો.
- ઘી નાં સેમ્પલ મેળવી સરકારી લેબોરેટરીમાં પૃથક્કરણ અર્થે મોકલી આપવામાં આવ્યા.
- ફુડ વિભાગ ની રેડ નાં પગલે ઘી માં ભેળસેળ કરતા વેપારીઓ દુકાનો બંધ કરી રવાના થયા.
- કવરેજ અથૅ પહોંચેલા ઈલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર નો મોબાઈલ ઘી નાં વેપારી એ પડાવી લેતાં રોષ ફેલાયો.
પાટણ શહેરના ત્રણ દરવાજા સ્થિત ઘી બજાર માં મંગળવારની બપોરે પાટણ ફુડ વિભાગનાં અધિકારીઓ ખાનગી રાહે મળેલી બાતમીના આધારે અલગ અલગ ૩ ટીમો બનાવી ૧૨ જેટલા ઘી બજાર ના વેપારીઓની દુકાનમાં તપાસ હાથ ધરી હતી જેમાં ૩ દુકાનો માંથી શંકાસ્પદ ઘી જણાતાં નમૂના મેળવી ત્રણેય દુકાન મળી અંદાજીત ૨૮૬ કી.ગ્રા.ધી કિ.રૂ.૬૭૮૫૦ નો સીઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતાં ઘી બજારમાં અફડાતફડી મચી જવા પામી હતી.
પાટણ ફુડ વિભાગ દ્વારા શહેરના ઘી બજાર માં બાતમીના આધારે કરાયેલ તપાસ મામલે પાટણ ફુડ વિભાગના સિનિયર ડિસ્ટ્રિક્ટ ફુડ ઓફિસર વિપુલભાઈ ચૌધરીએ માહિતી આપતા જણાવ્યું હતું કે પાટણ શહેરના ત્રણ દરવાજા સ્થિત ધી બજારમાં કેટલાક વેપારીઓ દ્વારા ધી માં ભેળસેળ કરી મોટાપાયે વેચાણ કરાતુ હોવાની મળેલી બાતમીના આધારે મંગળવારની બપોરે પાટણ ફૂડ વિભાગ કચેરી દ્વારા અલગ અલગ ત્રણ ટીમો બનાવી ત્રણ દરવાજા સ્થિત ધી બજારમાં ૧૨ જેટલા વેપારીઓને ત્યાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી જે તપાસ દરમિયાન ત્રણ વેપારીઓ ને ત્યાં શંકાસ્પદ ઘી નો જથ્થો જણાઈ આવતાં ધી ના સેમ્પલ મેળવી સરકારી લેબોટરી માં પૃથક્કરણ અર્થે મોકલી આપવાની સાથે ત્રણેય દુકાન મળી અંદાજિત ૨૮૬ કી.ગ્રા.ઘી કી.રૂ.૬૭૮૫૦ નો સીઝ કરી આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે તો અન્ય નવ વેપારીઓ પાસેથી ઘી ના બીલો તેમજ ફુડ નું લાયસન્સ સહિત નાં ડોક્યુમેન્ટ મેળવી ઝીણવટપૂર્વક ની તપાસ હાથ ધરવામાં આવનાર હોવાનુ તેઓએ જણાવ્યું હતુ.
પાટણ ફુડ વિભાગ દ્વારા ધી બજારમાં ભેળસેળ યુક્ત ઘી નું વેચાણ કરતા વેપારીઓને ત્યાં ઓચિંતી તપાસ ને લઈ ઘી માં ભેળસેળ કરતાં કેટલાંક વેપારીઓ પોતાની દુકાનો બંધ કરી ભૂગર્ભ માં ગરક થઈ જવાની સાથે બજારમાં નાશ ભાગ મચી જવા પામી હતી.
પાટણ ઘી બજાર માં ફુડ વિભાગ ની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલ તપાસ કામગીરી માં પાટણ ફુડ વિભાગના સિનિયર ડિસ્ટ્રિક્ટ ફુડ અધીકારી વિપુલભાઈ ચૌધરી, ડીઝિગ્નેશન અધીકારી ડી.જી.ગામીત, ફુડ ઈન્સપેક્ટર યુ.એચ.રાવલ, એમ.એમ. પટેલ, એચ.બી.ગુજૅર સહિત નો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
પાટણ ધી બજારમાં ગુરૂવારે બપોરે ફુડ વિભાગ ની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલ આકસ્મિક તપાસ કામગીરી ની માહિતી મળતાં ઘી બજાર માં કવરેજ અથૅ પહોંચેલા ઈલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર સાથે ઘી બજાર ના વેપારી વસંતભાઈ ધી વાળા એ ગરમા ગરમી કરી તેઓનો મોબાઇલ ઝુંટવી લેતાં પત્રકારો માં વેપારી પ્રત્યે રોષ જોવા મળ્યો હતો જોકે સમય ને પારખી ગયેલા વેપારી એ પત્રકાર ને મોબાઈલ પરત કરવાની ફરજ પડી હતી.
ફુડ વિભાગ દ્વારા ઘી બજાર માં તપાસ કરવામાં આવેલ વેપારીઓ..
- ગાંધી દિનેશભાઈ પૂનમચંદ (સેમ્પલ લઇ માલ સીઝ કરાયો)
- ઘીવાળા ચિમનભાઈ જીવરામભાઈ (સેમ્પલ લઈ માલ સીઝ કરાયો)
- મોદી મણીલાલ જેઠાલાલ (સેમ્પલ લઇ માલ સીઝ કરાયો)
- મોદી અલ્પેશભાઈ વિનોદચદ્ર
- મોદી કમલેશભાઈ સેવંતીલાલ
- ઘીવાળા ઈશ્વરભાઈ રસીકલાલ
- ઘીવાળા રાજેન્દ્રભાઈ વિરચંદભાઈ
- ઘીવાળા સુરેશભાઈ જેસંગભાઈ
- ઘીવાળા ગોવિંદભાઈ જેઠાલાલ
- ઘીવાળા અરવિંદભાઈ રસીકભાઈ
- ઘીવાળા ધમેન્દ્રભાઈ શંકરભાઈ
- ઘીવાળા જેન્તીભાઈ નગીનભાઈ