થરા ખારિયા હાઇવે રોડ ઉપર અક્સ્માત નો સિલસિલો યથાવત.
ઇકો ગાડી અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલક નું કમકમાટી ભર્યું મોત થતા લોકોના ટોળા એકઠા થયા હતા.
મૃતક યુવાન ખારિયા નો મહાવીરસિંહ ઝાલા (ઉં.વ 28) હોવાનું જાણવા મળ્યું છે.
જોકે સ્થાનિક લોકોએ તાત્કાલિક ધોરણે થરા ખાતે આવેલ સરકારી હોસ્પિટલ માં લઈ જતાં યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
મૃતકને પીએમ અર્થે થરા ખાતે આવેલ સરકારી હોસ્પિટલ માં લઈ જવામાં આવ્યો હતો.