- ૧૦૮ દ્વારા પ્રાથમિક સારવાર પાટણ ખાતે આપી વધુ સારવાર માટે અન્યત્ર ખસેડવામાં આવ્યો..
- ગામનાં હિન્દુ મુસ્લિમ પરિવારોએ નાણાં એકત્ર કરી ગરીબ પરિવારના માસુમની સારવાર કરાવી..
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં મકરસંક્રાંતિ પર્વને ધ્યાનમાં રાખીને ચાઈનીઝ દોરી નાં વેચાણ ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો હોવા છતાં તંત્રની નજર ચુક કરી કેટલાક લોકો ચાઈનીઝ દોરી નું વેચાણ કરતાં હોવાની પ્રતિતિ ચાઈનીઝ દોરી નાં કારણે બનેલ બનાવને લઇને પ્રકાશ માં આવવા પામ્યો છે.
આ બાબતે મળતી હકીકત મુજબ હારીજ તાલુકાના દુનાવાડા ગામે કપાઈને આવેલો પતંગ વીજળીના તાર પર ફસાતા ચાઈનીઝ દોરી વીજ વાયરમાં વિટાઇ ગઈ હતી. તે વખતે 10 વર્ષનું બાળક દોરી પકડવા જતા તેને જોરદાર કરંટ લાગ્યો હતો અને બાળક જમીન પર પટકાયો હતો વીજ કરંટ નો આચકો એટલો જોરદાર હતો કે તે બાળકના પગમાં ફુટયો હતો. અને તેને ગંભીર ઇજાઓ થઈ હતી જેને તાત્કાલિક સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સમાં ખસેડવામાં આવ્યો હતો જોકે તેની હાલત નાજુક જણાતાં વધુ સારવાર અર્થે અન્યત્ર ખસેડવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું..
દુનાવાડા ગામે કપાઈને જતો પતંગ દસ વર્ષનો બાળક આબીદખાન હુસેનખાન બલોચ ના નજરે પડતા તે પતંગ લેવા ગયો હતો પતંગનું વીજળીના તાર પર અટકી ગયો હતો અને તેની ચાઈનીઝ દોરી વીજ વાયર માં વિટાઇ ગઈ હતી બાળક પતંગ લેવા માટે દોરી પકડતા તેને જોરદાર વીજકરંટ નો ઝટકો આવ્યો હતો ઝટકા સાથે જમીન પર પટકાયો હતો વીજ કરંટ શરીરમાંથી પસાર થઈ પગમાં ફુટ્યો હતો. તે વખતે અણીદાર લાકડું તેના હાથની મસલ્સમાં ઘુસી જતા તેમની નસ કપાઈ ગઈ હતી અને લોહી વહી જતાં તે બાળક બેભાન થઈ ગયો હતો 108 એમ્બ્યુલન્સને જાણ થતા પાયલોટ ગુલાબ ખાન બલોચ અને ઇ.એમ. ટી નિલેશ ચેતવણી સ્થળ પર પહોંચી બાળકને એમ્બ્યુલન્સમાં ઓક્સિજન અને ઇન્જેક્શન આપી તાબડતોબ પાટણ જનતા હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવ્યા હતા ગામના હિન્દુ મુસ્લિમ પરિવારોએ એક થઈ કોમી એકતા ભાઈચારો બતાવી મજૂરી કરી ગુજરાન ચલાવતા પરિવારને ઉદાર હાથે ફાળો આપી આર્થિક મદદ કરી હતી અને બાળકની સારવાર કરાવી હતી જોકે બાળકને વધુ ઈજાઓ થઈ હોય પ્રાથમિક સારવાર જનતા હોસ્પિટલ ખાતે આપ્યા બાદ વધુ સારવાર માટે અન્યત્ર ખસેડવામાં આવ્યો હતો હાલ બાળકની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે.