ફતેપુરા તાલુકાના ડુંગર ગામ ના સામંતસિંહ પારગી હોમ ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા જેઓ નું ફરજ દરમિયાન ગંભીર બીમારી લાગી જતા મરણ થયું હતું. જેમાં હોમગાર્ડ કમાન્ડર સરદારસિંહ બારીયાએ રાજ્ય કક્ષાએ રિપોર્ટ કર્યો હતો તેમજ મૃતક જવાનના પરિવારને સહાય મળે તે અર્થે ધારાસભ્ય રમેશભાઈ કટારાએ ભલામણ કરી હતી.
જેમાં રાજ્ય સરકાર હોમગાર્ડ વિભાગ દ્વારા મૃતકના પરિવારને સહાય માટે ૧.૫૫ લાખની રકમ મંજૂર કરાઇ હતી. જેનો ચેક શુક્રવારના રોજ ગુજરાત વિધાનસભાના દંડક અને ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ કટારા ના હસ્તે મૃતક જવાન ના પરિવાર ને અર્પણ કરાયો હતો. હોમગાર્ડ કમાન્ડર સરદારસિંહ બારીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.