સાંતલપુર પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરેલ…
સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતી સગીરાને ગાડીમાં બેસાડી નર્મદા-કચ્છ કેનાલ ઉપર લઈ જઈને સગીરા ઉપર બળાત્કાર ગુજારેલ અને સગીરાને કેનાલ ઉપર છોડીને ભાગી જતા સગીરાએ તેના વાલીવારસાને જાણ કરતા વાલી વારસા દ્વારા સાંતલપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને સગીરાને ધારપુર મેડિકલ કોલેજ ખાતે સારવાર માટે મૂકવામાં આવેલ.
સાંતલપુર પોલીસે આરોપી વિરુદ્ધ કલમ 376/363/366/170/190/562/114/3/એ4/17/ મુજબ ગુનો નોંધી રાધનપુર ડીવાયએસપી હરદેવસિંહ વાઘેલા દ્વારા સાંતલપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ એન.ડી. પરમારને તપાસ સોંપવામાં આવી.