પાટણના રાજરત્ન એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરના એક મકાનમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. ત્યારે આગનો બનાવ બનતા રહીશોમાં દોડધામ મચી જવા પામી હતી.
તો નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરના કર્મીઓએ આગ પર પાણીનો મારો ચલાવી કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
ઘરમાંથી કાળાડીબાંગ ધુમાડા નીકળતા ઘરમાં જવું મુશ્કેલ બન્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ કોઈ જાનહાનિ થઇ નોહતી.
ત્યારે આગમાં ઘરવખરી નો તમામ સરસામાન બળીને ભસ્મીભૂત થવા પામ્યો હતો.