આજ રોજ તારીખ ૦૩/૦૨/૨૦૨૩ ના રોજ લોહાણા કન્યા છાત્રાલય, હારીજ, જીલ્લો પાટણ ખાતે એલાઇડ રિફેક્ટરી પ્રોડક્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની, સાણંદ અનુદાનિત અને શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ મહેસાણા દ્વારા પાટણ અને મહેસાણા જીલ્લાના ૧૦ જેટલા દિવ્યાંગ વ્યક્તિઓને મોડીફાઇ કરેલ ઈલેક્ટ્રીક સાયકલો ધંધા રોજગારનો વ્યાપ વધારવા માટે વિનામૂલ્ય વિતરણ કરવામાં આવી.
શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ નરેશકુમાર બી. દવેના જણાવ્યા મુજબ સંસ્થા દ્વારા એક વર્ષ પહેલા પાટણ અને મહેસાણા જિલ્લાના દિવ્યાંગ વ્યક્તિ જેઓ ધંધો રોજગાર કરતા હોય તેવા દિવ્યાંગોને ધંધાનો વ્યાપ વધારવા અને વધુ વિસ્તારમાં ધંધો સરળતાથી કરી શકે તે માટે બે જેટલા દિવ્યાંગોને પ્રાયોગિક ધોરણે મોડીફાઇ કરેલ ઇલેક્ટ્રીક સાયકલ આપવામાં આવેલ.
આ બે દિવ્યાંગ વ્યક્તિઓના અનુભવ અને ધંધા રોજગારની આવકમાં વધારો થયો તેવા કારણોથી ચાલુ સાલે વધુ ૧૦ જેટલા દિવ્યાંગોને મોડીફાય કરેલ ઇલેક્ટ્રીક સાયકલ આપવામાં આવી. જેમાં છૂટક ધંધો કરે, ગેસ રીપેરીંગ, કુરિયર સર્વિસ, કટલરી, બૂટ મોજા તેમજ વિવિધ ફરસાણના પડીકાઓનો ધંધો કરે છે તેવા લોકોને મોડીફાય કરેલ ઇલેક્ટ્રીક સાયકલ આપવામાં આવી.
આજના આ કાર્યક્રમમાં એલાઇડ રિફેક્ટરી પ્રોડક્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની, સાણંદ કંપનીના અધિકારીઓ વિદ્યાબેન વકીલ અને મનમીતબેન અરોરાના હસ્તે મોડીફાઇ કરેલ ઇલેક્ટ્રિકલ સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું અને તેઓએ લાભાર્થીઓને આ ટ્રાયસિકાલનો વધુ સારી રીતે ઉપયોગ કરી પોતાની આવક વધારે તેમજ ભવિષ્યમાં પણ આવા દિવ્યાંગ લોકોને શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટની મદદથી વધુ મોડીફાઇ કરેલ ઇલેક્ટ્રિકલ સાયકલ આપીને સમાજમાં દિવ્યાંગ લોકો સારું કમાતા થાય અને મુખ્ય પ્રવાહમાં સાથે જોડી શકાય તેવા પ્રયાસો કરવામાં આવશે.