ગુજરાત એસટી નિગમના 45 હજાર કર્મચારીને સાતમા પગાર પંચનો લાભ આપવા સહિત અનેક પડતર માગણીઓ તેમજ ખાનગી બસ સર્વિસના કારણે નિગમને થઈ રહેલા આર્થિક નુકસાનના વિરોધમાં એસટીના ત્રણેય માન્ય યુનિયનની સંકલન સમિતિના નેતૃત્વમાં બુધવારે રાતે 12 વાગ્યાથી તમામ કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા છે. જેના પગલે રાજ્યભરની તમામ બસોના પૈડા થંભી જતાં બસમાં મુસાફરી કરતા 24 લાખ જેટલા પેસેન્જરોને ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
CM રૂપાણીએ કહ્યું

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એસટી કર્મચારીઓની હડતાળ સંદર્ભે કહ્યું કે, એસટી નિગમના કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ આપી શકાય તેમ નથી. સરકારની પોલિસી પ્રમાણે નફા કરતા બોર્ડ નિગમને જ સાતમા પગારપંચ નો લાભ આપી શકાય છે. લોકોને થઈ રહેલી હેરાનગતિની નોંધ તંત્રએ લીધી છે. એસટી નિગમના કર્મચારીઓએ આવું ન કરવું જોઈએ. તંત્ર મડાગાંઠ ઉકેલવની દિશામાં કામ કરી રહ્યું છે થોડા દિવસોમાં નિવેડો આવશે.
કર્મચારી સંકલન સમિતિના અગ્રણી અતુલ પટેલે જણાવ્યું હતું કે, સરકાર જો અમારી પડતર માંગણીઓ પૂર્ણ નહીં કરે તો અમે ઉગ્ર આંદોલન કરીશું અને જરૂર પડશે તો અચોક્કસ મુદતની હડતાળ પર જઇશું.
PTN NEWS હવે દેશ વિદેશ ના દરેક સમાચાર નિહાળો ગમે ત્યા ગમે તે સમયે.
Youtube Subscribe Now
Click Here – PTN NEWS
Facebook Like Page
Click Here – PTN NEWS
Website Visit Our Website
Click Here – PTN NEWS