PoKમાં ભારતીય વાયુસેનાએ સર્જિકલ સ્ટ્રાઈક કરી જૈશના આતંકી ટ્રેઈનિંગ કેમ્પને નષ્ટ કરાયા હતા. ત્યારે ગુજરાતની કચ્છ સરહદ પાસે ભારતીય સેનાએ પાકિસ્તાની ડ્રોનને તોડી પડાયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

ભારતીય વિસ્તારમાં જાસૂસી કરવા મોકલાયેલા પાકિસ્તાની ડ્રોને વહેલી સવારે સાડા 6 વાગ્યે તોડી પડાયું હતું. જેને પગલે ઘટનાસ્થળે ગામ લોકો અને સેનાના અધિકારી દોડી ગયા હતા.

પુલવામા હુમલાના 12 દિવસ પછી ભારતીય વાયુસેનાએ સીમા પર છૂપાયેલા જૈશ-એ- મોહમ્મદનાં આતંકીઓ મંગળવારે વહેલી સવારે કાર્યવાહી કરી છે.  સેનાની આ કાર્યવાહીની અસર દેશના વિવિધ સરહદી રાજ્યોમાં પડી રહી છે. ગુજરાતના કચ્છની સરહદે સુરક્ષા વધારાઇ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. જેના ભાગરૂપે રાજકોટમાં રહેલા બીએસએફના જવાનોને તાબડતોબ સરહદે બોલાવવામાં આવ્યા છે. તો કચ્છ બોર્ડ ઉપર પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવમાં આવ્યું હતું.

મળતી માહિતી પ્રમાણે છેલ્લા પાંચ દિવસથી BSFના જવાનો ડિફેન્સના કાર્યક્રમ માટે રાજકોટમાં હતા. જોકે, પીઓકેમાં ભારતીય વાયુ સેના દ્વારા કરાયેલી કાર્યવાહીના પગે કચ્છની સરહદે સુરક્ષા વધારાઇ છે. જેના પગલે રાજકોટમાં રહેલા બીએસએફના જવાનોને તાબડતોબ સરહદે બોલાવવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બીએસએફના જવાનોને શસ્ત્રો સાથે બોલાવવામાં આવતા અનેક તર્ક વિતર્કો ચાલી રહ્યા છે.

આ હુમલા બાદ ગુજરાત સહિતની તમામ બોર્ડર હાઈએલર્ટ કરી દેવામાં આવી છે. કચ્છ અને જામનગરના વાયુસેનાનો તમામ સ્ટાફ શસ્ત્રો સાથે સ્ટેન્ડ ટુમાં છે. અન્ય રાજ્યોની બોર્ડર પર પણ એલર્ટ જાહેર કરાયું છે. આ સાથે જ આર્મીની ત્રણેય પાંખ તૈયાર રખાય છે.

PTN NEWS હવે દેશ વિદેશ ના દરેક સમાચાર નિહાળો ગમે ત્યા ગમે તે સમયે.

Youtube Subscribe Now
Click Here – PTN NEWS

Facebook Like Page
Click Here – PTN NEWS

Website Visit Our Website
Click Here – PTN NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024