ધોરણ 11સાયન્સ માં અભ્યાસ કરતી અને રોયલ સ્કૂલ માં હોસ્ટેલ માં રહેતી દિવ્યા રમેશભાઈ ડોડીયા નામની વિદ્યાર્થીની નો આપઘાત. હોસ્ટેલ ના રૂમ નંબર 318 માં રહેતી વિધાર્થી ની એ પંખા માં ચૂંદડી વડે ગળે ફાસો ખાઈ કર્યો આપઘાત.
- ધોરાજી માં હચમચાવી દે તેવી ઘટના સામે આવી
- રૂમમાંથી સુસાઈડ નોટ મળી આવી
- પિતાજી થી નારાજ હોવાનો ઉલ્લેખ
ધોરાજીમાં ધોરણ 11ની વિદ્યાર્થિનીએ હોસ્ટેલના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. હાલ પોલીસે વિદ્યાર્થિનીની સુસાઈડ નોટના આધારે તપાસ શરૂ કરી છે.
ધોરાજીમાં આવેલી રોયલ સ્કૂલમાં ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ હોસ્ટેલના રૂમમાં પંખા માં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. ધોરાજીની રોયલ હોસ્ટેલના રૂમ નંબર 318માં વિદ્યાર્થિનીનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો હતો.
રૂમમાંથી મળી આવી સુસાઈડ નોટ
પોલીસની ટીમે વિદ્યાર્થિનીના રૂમમાં તપાસ કરતા રૂમમાંથી સુસાઈડ નોટ મળી આવી હતી. તેણીએ આ સુસાઈડ નોટમાં પિતાથી નારાજ હોવાનો ઉલ્લેખ કર્યો છે. સુસાઈડ નોટમાં પિતાએ ક્યારેય દીકરી ન ગણી હોવાનો ઉલ્લેખ કર્યો છે. સાથે જ તેના પિતા ફક્ત ગુસ્સો કરતા હોય, મરવા સિવાય કોઈ વિકલ્પ નથી તેવું પણ જણાવ્યું છે.
હાલ ધોરાજી પોલીસે આ સુસાઈડ નોટ કબ્જે કરી તપાસ હાથ ધરી છે. મૃતક વિદ્યાર્થિનીના પરિવારને આ અંગે જાણ કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
રિપોર્ટર :- વિમલ સોંદરવા, ધોરાજી