પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ઝઝામ ગામે કોઈ કારણોસર ત્રણ વ્યક્તિઓએ ગામના એક વ્યક્તિ ઉપર હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડતા મામલો પોલીસ મથકે પહોંચવા પામ્યો છે.
આ બનાવની મળતી માહિતી મુજબ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ઝઝામ ગામે ખરવાડવાસમાં રહેતા દરિયાભાઈ કરીમભાઈ સિપાઈ નામના ઈસમને ત્રણ ઈસમોએ ગેરકાયદે મંડળી રચી અગમ્ય કારણોસર હુમલો કરી માથાના તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજા પહોંચાડી ફરાર થઈ ગયા હતા.
આ બનાવને લઈને ઈજાગ્રસ્ત બનેલા દરિયાભાઈ કરીમભાઈ સિપાઈને તાત્કાલિક સારવાર માટે 108 દ્વારા વારાહી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની ઇજાગ્રસ્ત દ્વારા સાંતલપુર પોલીસ મથકે ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.