વાસ્તુશાસ્ત્રમાં ઉલ્લેખ છે કે દિવસભર ખુશ રહેવા કઈ વસ્તુના દર્શન કરો
જ્યોતિષ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે, જો તમારા દિવસની શરૂઆત સારી રીતે થઈ હોય તો તમારો આખો દિવસ સારો જાય છે પરંતુ કંઈક ખોટું જોવા મળે તો આખો દિવસ ખરાબ જાય છે. આજે અમે તમને જણાવીશું કઈ કઈ વસ્તુ હોય છે. જેને સવારના સમયે જોવાથી તમને નુકસાન થઈ શકે છે.
- વાસ્તુ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે સવારે ઉઠતી વખતે ક્યારેય કાચ ન જોવો જોઈએ. જો તમે આવું કરશો તો તમારો દિવસ ખરાબ પસાર થશે. જે તમને દુઃખી કરી શકે છે.
- પોતાના દિવસની શરૂઆત પોતાના ઈષ્ટ દેવને યાદ કરીને કરવી. તેનાથી તમારા પર સકારાત્મક પ્રભાવ પડશે સાથે તમારો દિવસ સારો પસાર થશે.
- સવારે ઉઠતી વખતે શંખ અથવા મંદિરની ઘંટડીનો અવાજ સંભળાય તો તે તમારી અંદર સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે.
- સવાર સવારમાં એવી તસવીર જોવી જેનાથી તમારા પર સકારાત્મક અસર થાય. જેમ કે, નાળિયેર, શંખ, મોર, હંસ અથવા ફૂલ.
- સવારના સમયે નાસ્તો કરતા પહેલા કોઈ પણ પશુ અથવા કોઈ ગામનું નામ ન લેવું જોઈએ. તેનાથી દિવસ ખરાબ પસાર થાય છે.
- પથારીમાં ઉઠ્યા પછી સવારે પહેલા પોતાનો હાથ જુઓ. તેને શુભ માનવામાં આવે છે અને આ કાર્ય ઘણા લોકો રોજ કરતા હોય છે. સવારે સૌથી પહેલા પોતાનો હાથ જોઈને મંત્ર બોલવો જોઈએ.