પાટણ શહેરની અંબાજી નેળિયા માં આવેલી સૌપાન હોમ્સ, માહી રેસીડેન્સી,દિયાના પ્રાઇમ સોસાયટી,એપોલો નગર સોસાયટી ના 500 થી વધુ રહીશો ભૂગર્ભ ગટર ની સમસ્યા ને લઈ પાલિકા માં આવ્યા હતા જ્યાં એક પણ અધિકારી કે પ્રમુખ હાજર ના હોવાના કારણે પાટણ નગર પાલિકા માં રહીશોએ હંગામો મચાવ્યો હતો તો આક્રોશમાં આવેલી મહિલાઓએ ભૂગર્ભ ગટર શાખા માં સુત્રોચાર કર્યા હતા તો પાલિકાની વેરા શાખા બંધ કરો, વેરો લેવાનું બંધ કરો ,હાયરે પાલિકા હાય હાય ના નારા લગાવી વેરા શાખા ના કોમ્પ્યુટર અને કાચ જમીન પર નીચે પાડી પાલિકા પ્રમુખ અને ચિફ ઓફિસર ની ઓફિસ બહાર બંગડીઓ લગાવી વિરોધ પ્રદર્શન કરતાં પાટણ એ ડિવિઝન પોલીસ ને બોલાવવાની ફરજ પડી હતી.તો પોલીસ અને મહિલાઓ વચ્ચે પણ ચકમક ઝરતાં મામલો ગરમાયો હતો.
રહીશો એ જણાવ્યું હતું કે 5 જેટલી સોસાયટી માં ભૂગર્ભ ગટર નું દુર્ગંધ મારતું સતત પાણીનો ભરાવો રહેવાથી જીવજંતુ, મચ્છરોનો ઉપદ્રવ ખૂબજ વકરી ગયેલ છે જેના કારણે રોગચાળો ફેલાવાની શરૂઆત થઇ ગયેલ છે. હાલમાં ચોમાસાની સીઝન હોઈ જેથી આ પાણી સુકાતુ પણ નથી જેના કારણે રોગચાળો વધુ વકરવાની ભીતી સેવાય છે અને વૃધ્ધ, અશકત, બીમાર, માણસોને પણ ગટરના દુર્ગંધ વાળા પાણીથી સ્વાસ્થને મોટી અસર પહોચી છે.
તો આ સોસાયટીની બાજુમાં આવેલ ઓક્સફર્ડ સ્કૂલ મા બાળકો અભ્યાસ કરે છે. જે તમામ બાળકોને આવવા જવાનો એક માત્ર આ રસ્તો છે અને ત્યાંજ ગટર એટલી ઉભરાય છે કે ચાલવાની પણ જગ્યા રહેતી નથી જેથી આ બાળકો આ ગંદા પાણી માંથી પસાર થાય છે અને આ ગંદા, દુર્ગંધ મારતા પાણીથી તેઓના સ્વાસ્થ ઉપર પણ મોટી અસર થાય તેમ છે. જેથી આ બાબતે અમોએ ભુગર્ભ ગટર વ્યવસ્થાના જવાબદાર હોદ્દેદારને ટેલીફોનીક જાણ કરવા છતાં આજ દિન સુધી અમારી સમસ્યાનું નિવારણ આવેલ નથી કે અમોને નિરાકરણને લગતો સાચો પ્રત્યુતર પણ મળતો નથી. ગટર જોડાણ નવિન છે અને તેની તમામ સાચવણી કરવાની જવાબદારી શરૂઆતના પાંચ વર્ષ સુધી જી.યુ.ડી.સી.ની થતી હોવાનું પાલિકાએ જણાવ્યું હતું
રહીશો વધુ માં જણાવ્યું હતું કે ગટર જોડાણના તમામ કર વેરા પાટણ નગરપાલિકામાં ટાઇમસર ભરીએ છીએ અને નગરપાલિકા દ્વારા અમારા પાસેથી વસુલ પણ કરે છે જેથી આ બાબતની જવાબદારી પાટણ નગરપાલિકાની થાય છે.તો સત્વરે અમારી માંગ પુરી કરવા રહિશો એ આક્રોશ સાથે જણાવ્યું હતું.