Patan News : G-20 ફાયનાન્સ ટ્રેક મીટીંગનું પ્રતિનિધિ મંડળ આજરોજ રાણકી વાવ પાટણની મુલાકાતે આવ્યું છે. જિલ્લાની મુલાકાતે જ્યારે મહેમાનો આવી રહ્યા છે ત્યારે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પુરતી તૈયારીઓ કરી દેવામાં આવી હતી. પ્રતિનિધિ મંડળ મુખ્યત્વે પાટણની રાણકી વાવની મુલાકાતે આવ્યા છે.
પાટણ નગર પાલિકા દ્વારા શહેરમાં રાજકીય નેતાઓ અને વીઆઈપી ઓના આગમન પૂર્વે પાલિકા દ્વારા કરાતી રખડતાં ઢોર ડબ્બે કરવાની ઝૂંબેશ સાથે સાથે માગૅની સફાઈ કામગીરી શહેરીજનોની સુખાકારી ને ધ્યાનમાં રાખીને કરવામાં આવે તેવી માગ શહેરીજનોમાં ઉઠવા પામી હતી.
તો પાટણ નગરપાલિકાના અણઘડ વહીવટ થી પાટણની પ્રજા થી લઇ શાસક પક્ષના કોર્પોરેટરો પણ વિરોધ દર્શાવી ચુક્યા છે, પાલિકા દ્વારા માત્રને માત્ર ખોટા દેખાવો કરવામાં આવતા હોવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે ત્યારે આજરોજ આવેલ VIP G-20 ફાયનાન્સ ટ્રેક મીટીંગનું પ્રતિનિધિ મંડળ પાલિકાનો અણઘડ વહીવટ જોઈના જાય તે માટે તેના પર પડદા મારવાનો વારો આવ્યો હતો.
પાટણ શહેરના સાઈબાબા રોડ, શ્રેય બંગ્લોઝ ની બાજુમાં ગંદકી ના નગરપાલિકા ના લોખંડના 8 થી 10 કન્ટેનરો પડ્યા છે, જે હટાવવા ન પડે અને G – 20 ની જે ટીમ રાણીની વાવ માટે મુલાકાત કરવા આવે છે તે જોઈ ન જાય માટે લગ્ન ના મંડપ થી આ કચરાના ડબ્બા છુપાવવા ની નાકામયાબ કોશિશ પાલિકા દ્વારા કરવામાં આવતા હાસ્યાસ્પદ બન્યા હતા.