Patan News : ચાણસ્મા તાલુકાના ધિણોજ ગામે તાજેતરમાં બંધ મકાનમાંથી તસ્કરો તાળું તોડી ટંકમાં પડેલ સોના ચાંદી દાગીના અને રોકડ ભરેલ પર્સની ચોરીને અંજામ આપ્યો હતો.આ અંગે મહિલાએ ચાણસ્મા પોલીસ મથકે દાગીના તેમજ રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા 1,12,000 ની ચોરીની ફરિયાદ નોંધાવી હતી.
ધિણોજ ગામે રહેતા સોનીબેન અમરતભાઈ મકવાણા તેમની પૌત્રી ખુશી સાથે રહે છે. તાજેતરમાં પૌત્રીને પેટમાં દુખાવો ઉપડતા તેને સારવાર માટે તારીખ 07/08/2023 ના રોજ ધારપુર ગયા હતા. ધારપુર સારવારમાં મોડું થઈ જતા પરત આવતી વખતે પાટણ તેમની દીકરીના ઘરે રાત રોકાઈ ગયા હતા.
તે તકનો લાભ લઇ તસ્કરો રાત્રે ઘરનું તાળું તોડી અંદર પ્રવેશી પતરા ના ટંકનો નકુચો તોડી ટંકમાંથી સોના ચાંદીના દાગીના કિંમત રૂ.107000 અને રોકડ રૂ. 5000 ભરેલ પર્સની ચોરી કરી તસ્કરો નાસી છૂટ્યા હતા. આ અંગે મકાન માલિક મહિલાએ ચાણસ્મા પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી હતી તેવું તપાસ અધિકારી પીએસઆઇ વી.એમ.ડાભીએ જણાવ્યું હતું.
શું ચોરાયું
સોનાનુ લોકીટ આશરે સવા તોલાનુ કી.રૂ. 40000
સોનાની ચેન આશરે એક તોલાની કી.રૂ.30000
સોનાનું કડુ આશરે એક તોલાનુ કી.રૂ.30000
ચાંદીની બંગડી નંગ-૨ આશરે 100 ગ્રામ કી.રૂ.6000
ચાંદીની પ્લાસ્ટીકના મોતીવાળી કંઠી કી.રૂ. 1000
રોકડ રકમ રૂ.5000