ગાંધીનગર ઈલેક્ટ્રોનિક ઈન્ડસ્ટ્રીયલ ઝોન, ગાંધીનગર ખાતે બાલ રક્ષક પ્રતિષ્ઠાન દ્વારા ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મીરાબહેન પટેલ, મેયર ગાંધીનગર, ગૌરાંગભાઈ વ્યાસ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, એસ. જે. ડુમરાળીયાસચિવ, GCERT ગાંધીનગર, ડો. પુલકિત જોષી મદદનીશ સચિવ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ, ગાંધીનગર (સહાયક સચિવ), ડૉ. એમ.એન. પટેલ સંયુક્ત નિયામક (સંયુક્ત નિયમનકાર), પ્રાથમિક શિક્ષણ, ગાંધીનગર, ડો. નિષાદ ઓઝા લેક્ચરર ડાયટ રીડર, કવિ, લેખક, એન્કર, માર્ગદર્શક અને પ્રેરક પ્રવક્તા, તખુભાઈ સાંડસુર શિક્ષણવિદ, લેખક, પર્યાવરણવાદી, પત્રકાર અને લોકસેવક, હરિદાસ શર્મા પ્રમુખ એવોર્ડ વિજેતા શિક્ષક 2021, કૈમુર, બિહાર, ડૉ. ગુલાબચંદ પટેલ, સામાજિક કાર્યકર અને શિક્ષણશાસ્ત્રી, બીના બેહન પટેલ, ગાંધીનગર મેટ્રો ડેઇલી ન્યૂઝ પેપર, મુખ્ય સંપાદક નિશિકાંત શર્મા, રાધેશ્યામ યાદવ રાષ્ટ્રીય સંયુક્ત સચિવ ઇન્ડિયન લાયન્સ, નરેશ વાળા રાષ્ટ્રીય સચિવ, મનોજ ચિંચોર રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા..
ગુજરાત રાજ્યના તમામ જિલ્લાના 130 શિક્ષકોને જીવન ગૌરવ, શિક્ષણ સેવા રત્ન સન્માન, ડી.ડી.સૂર્યવંશી, કનુભાઈ મસરિયા સન્માન, રાષ્ટ્રીય અખંડિતતા સન્માન, ગુજરાત મૈત્રી સન્માન આપવામાં આવ્યા હતા.
આજના આ કાર્યક્રમમાં પાટણ જિલ્લાના માધ્યમિક વિભાગમાંથી કુલ પાંચ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં પાટણની શેઠ એમ. એન. હાઈસ્કૂલના આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કર, સિદ્ઘપુરની અભિનવ હાઈસ્કૂલના ડૉ. રૂપેશભાઈ ભાટિયા, પ્રકાશ વિદ્યાલય બિલિયાના આચાર્ય સુરેશભાઈ સુંઢિયા, માધ્યમિક સંવર્ગના કાંસા સર્વોદય હાઈસ્કૂલના ગણિત શિક્ષક ડૉ. રાજગોપાલ મહારાજા અને ઉચ્ચતર માધ્યમિક સંવર્ગના એક્સપરીમેન્ટલ હાઈસ્કૂલના શિક્ષક અને ઇન્ચાર્જ આચાર્ય ઝુઝારસંગ સોઢા ને ગુજરાત શિક્ષણ સેવા રત્ન સન્માન – ૨૦૨૪થી સન્માનિત કરવામાં આવ્યા હતાં. એ બદલ એમને શાળા પરિવાર, શિક્ષકો અને આચાર્યોએ અભિનંદન પાઠવ્યા હતાં.
બાલરક્ષક પ્રતિષ્ઠાન એ એક સામાજિક સંસ્થા છે જે ખાસ કરીને બાળકોના અધિકારોના સંરક્ષણ અને વિકાસ માટે કામ કરે છે. આ સંસ્થાનો ઉદ્દેશ્ય બાળકોની શૈક્ષણિક, સામાજિક અને આરોગ્ય સમસ્યાઓનું નિરાકરણ અને ઉજ્જવળ ભવિષ્ય તરફ માર્ગદર્શન આપવાનો છે. ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક સહાય, બાળકોને શાળાકીય સામગ્રીનું વિતરણ, મફત તબીબી પરીક્ષણો અને સારવારની સુવિધાઓ અને બાળ લગ્ન, બાળ મજૂરી અને બાળ શોષણ સામે પગલાં લેવા. બાળકોના સર્વાંગી વિકાસ માટે સંસ્થા દ્વારા વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.
રાષ્ટ્રીય સચિવ નરેશ વાળા, રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ મનોજ ચિંચોર, ડો. ગુલાબચંદજી પટેલ ગાઈડ, ગુજરાત સ્મિતાબેન રાણા સ્ટેટ ઈન્ચાર્જ, ગુજરાત, ધર્મેશભાઈ જોષી સ્ટેટ ઈન્ચાર્જ, ગુજરાત, ડો. ચેતનાબેન જોષી સ્ટેટ ઈન્ચાર્જ, ગુજરાત, નિકીતાબેન પટેલ સ્ટેટ ઈન્ચાર્જ, ગુજરાત લીલાબેન ઠાકરડા સ્ટેટ ઈન્ચાર્જ, ગુજરાતે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.