તમને જાણીને નવાઈ લાગશે ચીનમાં ન્યાયપાલિકા અને કેટલાક સરકારી વિભાગોએ લોકોનું બ્લેકલિસ્ટ બનાવ્યું છે. લોન કે દંડ ન ચૂકવવા, કોઇ પ્રભાવિત પક્ષની માફી ન માગવા સહિત ખરાબ વ્યવહાર માટે લોકોને આ યાદીમાં સામેલ કરવામાં આવે છે. એવા લોકોને પ્લેન, બુલેટ ટ્રેનની ટિકિટ આપવામાં આવતી નથી. તેવા લોકો લક્ઝરી હોટલોમાં પણ રોકાઇ શકતા નથી. તેમજ સિવિલ સેવાઓમાં સામેલ થઇ શકતા નથી. તેમને સરકારી કંપનીઓમાં સીનિયર પદ મળતાં નથી કે તેઓ નવી કંપની ખોલી શકતા નથી. બ્લેકલિસ્ટમાં એક કરોડ 20 લાખથી વધુ લોકો સામેલ છે.
2015, 2016માં કેન્દ્ર સરકારે 43 શહેરોને સોશિયલ ક્રેડિટ સ્કીમ લાગુ કરવા માટે સૂચના આપી હતી. પરંતુ પૂર્વી શહેર સુકિયાન સહિત કેટલાંક અન્ય શહેરોએ સોશિયલ ક્રેડિટ સ્કીમને બીજી રીતે અમલમાં મૂકી છે. તેઓ દંડ નહીં પણ પુરસ્કાર આપે છે.
સારા સ્કોરરને લોકલ ટ્રાન્સપોર્ટની પાસે અને હોસ્પિટલમાં ભરતી થાય તો દરેક મહિને 12 ડોલરની છૂટ મળે છે.
સુકિયાનમાં દરેક પુખ્તની વિશ્વસનીયતા આંકવા માટે 1000 પાેઇન્ટથી શરૂઆત થાય છે. સારાં કામો જેવાં કે સામાજિક કાર્ય, રક્તદાન, અંગદાન કરવા બદલ વધુ પોઇન્ટ મળે છે. દેવું ન ભરવા, વીજળી, પાણી જેવી જાહેર સુવિધાઓનાં બિલ મોડેથી ભરવા, ટ્રાફિક નિયમ તોડવા કે કોઇ ગુનામાં સજા થતા પોઇન્ટ કાપવામાં આવે છે.
અહી સ્થાનિક તંત્રે હોર્ડિંગ, બેનરો પર વ્યવહારના 20 નિયમો પ્રસિદ્ધ કર્યા છે. તેમાં જાહેર સ્થળોએ લેંઘો ન પહેરવો, સાથે રહેતા કોઇનો ફોન ન જોવો અને વધુ દારૂ ન પીવો જેવા નિયમો સામેલ છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN News લાઈક કરો.