જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર આતંકીઓએ સેનાના જવાનને મોતને ઘાટ ઉતારી દીધો છે. સાઉથ કાશ્મીરમાં અનંતનાગ જિલ્લામાં ઇદની રજાઓ લઇને ઘરે ઇદ મનાવવા આવેલા જવાનને આતંકીઓએ ગોળીઓથી છીની નાંખ્યો હતો. પ્રાદેશિક સેનાના એક જવાનને સંદિગ્ધ આતંકવાદીઓએ ગુરુવારે ગોળી મારીને હત્યા કરી હોવાના સમાચાર છે.
પોલીસે આ વિશે વાત કરતાં જણાવ્યું કે, અજાણ્યો બંદૂકધારી ગુરુવારે સાંજે અનંતનાગ જિલ્લાના સદુરા ગામમાં મંજૂર અહેમદ બેગના ઘરે આવ્યો અને તેના પર ફાયરિંગ કરીને ફરાર થઇ ગયો હતો.
ગંભીર રીતે ગવાયેલા જવાન બેગને જિલ્લા હૉસ્પીટલમાં લાવવામાં આવ્યો, પણ પહોંચતા પહેલા જ તે શહીદ થઇ ગયો હતો. જવાન બેગ શોપિયા જિલ્લામાં તૈનાત હતો
ગંભીર રીતે ગવાયેલા જવાન બેગને જિલ્લા હૉસ્પીટલમાં લાવવામાં આવ્યો, પણ પહોંચતા પહેલા જ તે શહીદ થઇ ગયો હતો. જવાન બેગ શોપિયા જિલ્લામાં તૈનાત હતો અને તે રાષ્ટ્રીય રાઇફલ્સની 34માં બટાલિયન સાથે જોડાયેલો હતો.
Jammu and Kashmir: Territorial Army soldier Manzoor Ahmad Beg who was shot dead by terrorists in Sadoora village of Anantnag, was unarmed and on 12 days leave from 4 June to celebrate Eid with his family. https://t.co/qJIa95G01Q
— ANI (@ANI) June 6, 2019
સેનાએ સ્ટેટમેન્ટ આપીને જણાવ્યું કે, જવાન મંજૂર અહેમદ 12 દિવસની રજાઓ લઇને ઇદ મનાવવા તે પોતાના ઘરે ગયો હતો, અને હુમલો થયો ત્યારે તેની પાસે કોઇ હથિયાર ન હતુ. હાલ હુમલાખોરને પડકવા માટે મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.