અલીગઢ મર્ડર: 10 હજાર રૂપિયા માટે 2 વર્ષની બાળકી ની નિર્મમ હત્યા, એસિડથી આંખો બાળી, એક હાથ ગાયબ હતો.

પોસ્ટ કેવી લાગી?

ઉત્તરપ્રદેશમાં 10 હજાર રૂપિયાના દેવાના વિવાદમાં 2 વર્ષની બાળકીની નિર્મમ હત્યા બાદ સોશયલ મીડિયા પર લોકો તેમનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. આ ઘટના અલીગઢ જિલ્લાના ટપ્પલની છે. બાળકીની લાશ 2 જૂને ઘરની પાસે કચરાના ઢગમાંથી મળી આવી હતી. તેનો એક હાથ ગુમ હતો અને આંખો બહાર નીકળેલી હતી. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે.

શુક્રવારે તપાસ માટે SIT પણ બનાવાઈ હતી. ઘટના પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગ , અભિનેતા આયુષ્માન ખુરાના જેવી તમામ હસ્તીઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.

પોસ્ટમાર્ટમ રિપોર્ટ આવ્યા બાદ પોલીસે કહ્યું કે, બાળકી સાથે દુષ્કર્મ નથી થયું, પરંતુ શ્વાસ રુંધાવાના કારણે તેનું મોત થયું હતું. જો કે પરિવારે દુષ્કર્મની આશંકા વ્યક્ત કરી છે. પોલીસના કહ્યાં પ્રમાણે, આરોપી જાહિદે બાળકીના દાદા પાસેથી 50 હજાર રૂપિયા ઉધાર લીધા હતા.

જેમાંથી 10 હજાર રૂપિયા આપવાના બાકી હતા. બાકીના પૈસા ન આપ્યા હોવાથી બાળકીના દાદાએ જાહિદ સાથે બોલાચાલી કરી હતી. તેને પરિવારને બદલો લેવાની ધમકી પણ આપી હતી. ત્યારબાદ 30 મેના રોજ જાહિદે બાળકીનું અપહરણ કર્યું અને હત્યા કરીને સાથી અસલમની મદદથી લાશને ઠેકાણે પાડી.

ADG આનંદ કુમારે જણાવ્યું કે એસપી ગ્રામીણના નેતૃત્વમાં હત્યાની તપાસ માટે SIT બનાવવામાં આવી છે. ફોરેન્સિક ટીમે ઘટના સ્થળેથી મહત્વના પુરાવાઓ એકઠા કર્યા હતા. બાળ અપરાધ સાથે સંબંધિત પોક્સો એક્ટ અને રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લગાવવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. SSP આકાશ કુલહરિએ કહ્યું કે, આરોપી જાહિદ અને અસલમ વિરુદ્ધ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સુનાવણી કરાવવાનો પ્રયાસ કરશે. ઘટના બાદ 5 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

બાળકીની માતાએ ન્યૂઝ એજન્સીને કહ્યું કે, એક સફાઈકર્મીની સૂચના પર ઘટનાસ્થળે પહોંચીને જોયું તો તેમને દિકરીના શરીર પરથી એક હાથ ગાયબ હતો, એક પગ પણ તૂટેલો હતો. તેની આંખો એસિડથી બળી ગઈ હતી. કોણ જાણે કેમ આરોપીઓએ દિકરી સાથે આવું કર્યું. અમે ઈચ્છીએ છીએ કે આરોપીઓને મોતની સજા મળે. નહીં તો તેઓ 7 વર્ષ બાદ જેલમાંથી છૂટીને ફરી આવુ કૃત્ય કરશે. આરોપીના પરિવારજનોની પણ ધરપકડ થવી જોઈએ.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures