‘વાયુ’ વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ખાનગી હવામાન એજન્સી સ્કાઈમેટે કહ્યું કે, વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ટકરાય એવી શક્યા ઓછી છે. સ્કાઈમેટને જણાવ્યું કે, લો પ્રેશરમાંથી ભયંકર વાવાઝોડામાં પરિવર્તિત થયેલું ‘વાયુ’ વાવાઝોડું કદાચ ગુજરાતના દરિયાકાંઠા નહીં ટકરાય.
વાવાઝોડું હાલ ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. જે રીતની પરિસ્થિતિ ઉભી થઈ રહી છે તેના પરથી એવું લાગી રહ્યું છે કે વાયુ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે નહીં ટકરાય પરંતુ પોરબંદર, દ્વારકા અને ઓખાના દરિયાકાંઠાની નજીકથી પસાર થશે. શક્યતા છે કે કાંઠાના વિસ્તારમાં થોડી અસર જોવા મળે.
ભારતીય હવામાન ખાતાની વૈજ્ઞાનિક મનોરમા મોહંતીએ આજે અમદાવાદમાં કહ્યું કે, ગુજરાતના દરિયાકાંઠાએ વાયુ વાવાઝોડુ નહીં ટકરાય. આ વાવાઝોડુ વેરાવળ, પોરબંદર, દ્વારકાની નજીકથી પસાર થઇને ફંટાઇ જશે, જેના કારણે આ વિસ્તારોમાં ભારે પવન-આંધી અને વરસાદ પડી શકે છે.
સ્કાયમેટના જણાવ્યા પ્રમાણે વાયુ દરિયામાં આગળ વધતું રહશે, પરંતુ હાલ તે કેટેગરી-2 પ્રકારનું ભયાનક વાવાઝોડું છે, તે બદલીને કેટેગરી-1માં આવી શકે છે. જોકે, આ દરમિયાન હવાની ગતિ 135થી લઈને 175 કિલોમીટર પ્રતિ કલાક થઈ શકે છે.
વાવાઝોડાને પગલે રેલવે-ફ્લાઈટ-બસ સેવા ઠપ્પ, જાણો કેટલી ટ્રેન અને ફ્લાઈટ થઈ રદ્દ
ડોમેસ્ટિક ટુ જેટ અને એયર ડેક્કનની તમામ વિમાની સેવા રદ્દ કરી દેવામાં આવી છે. અમદાવાદથી સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારમાં જતી ફ્લાઈટો રદ કરવામાં આવી છે. ત્યારે પોરબંદર, દિવ, કંડલા, મુંદ્રા, ભાવનગરની વિમાની સેવા રદ્દ કરી દેવામાં આવી છે.
બીજી બાજુ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં જતી ટ્રેનના રૂટને ટુંકાવી દેવામાં આવ્યા છે. ખાસકરીને વેરાવળ, ઓખા, પોરબંદર, ભૂજ જનારી ટ્રેનોને સુરેન્દ્નગર, રાજકોટ અને અમદાવાદ સુધી ટુંકાવી દેવામાં આવ્યા છે. વાયુ વાવાઝોડાને લઈને રિલિફ ટ્રેન ચાલુ કરવાનુ પણ પશ્ચિમ રેલવે દ્વારા આયોજન કરાયુ છે. આ રિલિફ ટ્રેન ઓખા-રાજકોટ, ઓખા-અમદાવાદ, વેરાવળ-અમદાવાદના રૂટની હશે. તંત્ર દ્વારા અંદાજે 70 જેટલી ટ્રેનને રદ કરાઈ છે જ્યારે 28 ટ્રેનના રૂટ ટૂંકાવી દેવામાં આવ્યા છે.
વાવાઝોડાને લઈને રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે ત્રણ દિવસ સુધી તમામ બસ સેવા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. સોમનાથ,દીવ, વેરાવળ, દ્વારકા, પોરબંદર સહિતના વિસ્તારો જાણીતા યાત્રાધામ છે. જ્યાં માત્ર ગુજરાત જ નહી સમગ્ર દેશમાંથી યાત્રાળુઓ આવતા હોય છે. ત્યારે પ્રવાસીઓ, યાત્રાળુઓને નુકશાન ન થાય તે માટે તંત્ર સજ્જ છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.