‘વાયુ’ વાવાઝોડું: પોરબંદરમાં ભારે કંટર જોવા મળ્યો, 15 ફૂટ ઉચા મોજા ઉછળ્યા.

પોસ્ટ કેવી લાગી?

સોમનાથ મંદિરના પ્રવેશદ્વારના શેડના પતરા ઉડ્યા

વાયુ વાવાઝોડુ ઓમાન તરફ ફંટાઇ રહ્યું હોવાથી સૌરાષ્ટ્રના દરિયાકાંઠે તેની અસર થશે. વહેલી સવારથી જ સોમનાથ-વેરાવળમાં 50થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. જેનાથી સોમનાથ મંદિરના પ્રવેશદ્વાર પર જ ઉભા કરાયેલા શેડને નુકસાન પહોંચ્યું છે. શેડના પતરા ભારે પવનને કારણે ઉડતા લોકોમાં ભયનો માહલો ઉભો થયો હતો. બાદમાં બચી ગયેલા પતરાને મંદિરના વહીવટી તંત્રએ ઉતરાવી લીધા હતા.

તો આ તરફ વેરાવળમાં ભારે પવન ફુંકાતાં રેલવે સ્ટેશનનું બોર્ડ ઉડી ગયું હતું અને કોલેજની દીવાલ ધરાશાયી થઈ હતી. વેરાવળનો દરિયો તોફાની બનતા કિનારા પર લાંગરેલી એક બોટ દરિયામાં ડૂબી ગઇ હતી.

સોનગઢ રેલવે સ્ટેશન પર બાંકડા ઊડી રેલવે ટ્રેક પર પડ્યા

ભાવનગરના સોનગઢમાં ભારે પવન ફૂંકાવાના કારણે રેલવે સ્ટેશન પર બાંકડા ઉડીને રેલવે ટ્રેક પર જઈને પડ્યા હતા. સદનસીબે તેના કારણે કોઈને ઈજા થઈ નહોતી. ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ રેલવે તરફથી સૌરાષ્ટ્રની ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે.

વાયુ વાવાઝોડું ગુજરાતના સૌરાષ્ટ્રના દરવાજે દસ્તક દઇ રહ્યું છે ત્યારે તેની અસર પોરબંદરના દરિયામાં વર્તાઇ રહી છે. પોરબંદરના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. જેના પગલે 10થી 15 ફૂટ જેટલા ઉંચા મોજા ઉછળી રહ્યા છે.

મળતી માહિતી પ્રમાણે વાયુ વાવાઝોડાની અસર પોરબંદરના દરિયામાં જોવા મળી હતી. પોરબંદરના દરિયામાં ભારે કંટર જોવા મળ્યો હતો. ભારે કરંટ હોવાના કારણે દરિયામાં 10થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે.

વાયુ વાવાઝોડાની અસર પોરબંદરના દરિયામાં જોવા મળી હતી. પોરબંદરના દરિયામાં ભારે કંટર જોવા મળ્યો હતો.

વાયુના ખતરાના કારણે જિલ્લાના આશરે 30 હજારથી વધુ લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. વાયુ વાવાઝોડાની તિવ્રતા વધી છે અને તે ગુરુવારે બપોર સુધીમાં દ્વારકા અને વેરાવળ વચ્ચેથી પસાર થશે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures