આજકાલ હાઈવે ઉપર પસાર થતી ગાડીઓને પંચર કરી લૂંટ કરવાના બનાવો અનેક વખત સામે આવતા હોય છે. ત્યારે દાહોદની એંજિનયરિંગ કોલેજના વિધ્યાર્થીઓએ એવો પ્રોજેકટ બનાવ્યો જેનાથી ટાયર પંચર થતાંની સાથે ઓટોમેટિક ટાયરમાં હવા ભરાઈ જાય છે.
રસ્તા વચ્ચે ઉપર ગાડીમાં પંચર કરી લૂંટ ચલાવના બનાવો વધતાં આ સમસ્યાનું નિવારણ કઈ રીતે લાવું તેના પર દાહોદની સરકારી એન્જીનિયરીંગ કોલેજના વિધ્યાર્થીઓએ 1 વર્ષ ઉપરાંત રિસર્ચ કર્યા બાદ એવો પ્રોજેકટ તૈયાર કર્યો છે, જેમાં કોમ્પ્રેશર દ્રારા ટાયરમાં હવા ઓછી થતાંની સાથે જ ઓટોમેટિક કોંપ્રેશર એક્ટિવ થઈ જાય અને ટાયરમાં હવા ભરવા લાગી જાય, જેથી ચાલક સુરક્ષિત સ્થળ સુધી પહોચી શકે અને ટાયર બદલી શકે.
આશરે દોઢ વર્ષ પહેલા દાહોદની ઈજનેરી કોલેજના એક પ્રોફેસરને રાત્રિના સમયે હાઈવે ઉપર તેમની કાર પંચર થઈ હતી, જ્યારે પ્રોફેસરે ટાયર બદલવા કાર રોકી ત્યારે અચાનક લુટારુ ટોળકી ત્રાટકી હતી, અને લૂંટ ચલાવી ફરાર થઈ ગયા.
આ પ્રોફેસર જે દાહોદની સરકારી ઈજનેરી કોલેજમાં જ ફરજ બજાવે છે, ત્યારે તે કોલેજના વિધ્યાર્થીઓ ગૌરવ ચાલે, મયુર માહલા, કૌશિક પરમાર અને આશિષ પટેલ એમ ચાર મિત્રોએ આવા બનાવોથી કઈ રીતે બચવું તે વિષે વિચાર કરી અને તેના ઉપર રિસર્ચ હાથ ધર્યું હતું અને 1 વર્ષ ઉપરાંતની મહેનત બાદ તેમને સફળતા મળી.
તેમણે એક એવો પ્રોજેકટ બનાવ્યો જેમાં કોંપ્રેશર બહારની કુદરતી હવાનો સંગ્રહ કરે છે અને ટાયરમાં ફિટ પાઇપથી જેમ ટાયરમાં હવા ઓછી થાય કે તરત આ કોંપ્રેશર એકટિવ થઈને ટાયરમાં હવા ભરવાનું શરૂ કરી દે છે, જેથી ટાયર પંચર થતાં ગાડી રોકવાની ફરજ નહીં પડે અને ચાલક સુરક્ષિત સ્થળે પહોચી શકે છે.
દાહોદની એંજિનયરિંગ કોલેજના વિધ્યાર્થીઓએ એવો પ્રોજેકટ બનાવ્યો જેનાથી ટાયર પંચર થતાંની સાથે ઓટોમેટિક ટાયરમાં હવા ભરાઈ જાય છે.
પ્રોજેકટ વિશે વિચાર આવતા વિધ્યાર્થીઓ તેમના પ્રોફેસર આશિષ ગુપ્તા આગળ પ્રસ્તાવ મૂક્યો હતો. સમગ્ર રિસર્ચ દરમિયાન તેઓએ ગાઈડ કરી અને પ્રોજેકટને સફળ બનાવવા મદદરૂપ બન્યા હતા. અત્યાર સુધી આ પ્રોજેકટ માટે ૨૫૦૦૦ જેટલો ખર્ચ થવા પામ્યો છે. હાલ એક ટાયર ઉપર સફળતા પૂર્વક તેનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, તાજેતરમાં અમદાવાદ ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રિય પ્રદર્શનીમાં આ પ્રોજેકટ રજૂ કરાયો હતો, જેને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના ઉચ્ચ અધિકારીઓએ પણ બિરદાવયો હતો.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.