ગુજરાત રાજ્યમાં વિવિવત રીતે ચોમાસાનું આગમન થઇ ગયું છે. છેલ્લા બે દિવસથી રાજ્યમાં સર્વત્ર વરસાદ પડી રહ્યો છે. ત્યારે અમરેલીમાં મંગળવારે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. અમરેલી-સાવરકુંડલાના વાશીયાળીમાં ભારે વરસાદને કારણે નદીઓમાં પૂરની સ્થિતિ ઉભી થઇ હતી. જેમાં એક મહિલા તણાઇ હોવાનું સામે આવ્યું છે. મહિલાની શોધખોળ ચાલી રહી છે.
મળતી વિગત પ્રમાણે અમરેલી-સાવરકુંડલામાં સત્તાવાર રીતે મોસમનો પ્રથમ વરસાદ પડ્યો હતો. વહેલી સવારથી ચાલુ થયેલા વરસાદને કારણે નદી-નાળા છલકાયા હતા. તો ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતો ખુશ થઇ ગયા છે. વાવણીલાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.
એવામાં પ્રથમ વરસાદે જ ભારે તરાજી સર્જી છે. અમરેલીના વાશીયાળીની સ્થાનિક નદીમાં પૂર આવ્યું હતું. આ નદીમાં એક બળદગાડુ તણાયું હોવાનું સામે આવ્યું છે. બળદ ગાડામાં એક દંપત્તિ સવાર હતું જેમાંથી 30 વર્ષિય શોભના ભાવેશ ઠુમ્મર નામની મહિલા તણાઇ છે. બળદગાડા સાથે તણાયેલી મહિલાને શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તો મામલતદાર, ટીડીઓ તથા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.