વાગડોદ પોલિસ સ્ટેશનની હદમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ની બોટલ નંગ-૧૦૫૬ કિ.રૂ.૮૬,૫૯૨/- ભરેલ સ્વીફ્ટ ગાડી તથા મોબાઇલ મળી કુલ કિં.રૂ.૩,૯૧,૫૯૨/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને પાટણ એલ.સી.બી. ટીમએ પકડી પાડ્યો હતો.
પાટણ એસપી શોભા ભુતડા સાહેબની સુચના આધારે પો.સબ.ઇન્સ. વાય.કે.ઝાલા તથા એ.એસ.આઇ.ભાણજીજી સુરજજી તથા અ.હેડ.કોન્સ. ભરતસિંહ પ્રભાતજી તથા અ.હે.કો. કિર્તિસિંહ અનુજી તથા અ.પો.કો. મહેન્દ્રસિહ શંભુજી તથા અ.પો.કો. રોહીતકુમાર લક્ષ્મણભાઇ તથા અ.પો.કો.. જીતેન્દ્રકુમાર ગોવિંદલાલ તથા આ.પો.કો. સંજયકુમાર પ્રભુદાસ એ એલ.સી.બી.પાટણ પોલીસ સ્ટાફના માણસો વાગડોદ પો.સ્ટે. ની હદમાં પેટ્રોલીંગમાં હતા
જે દરમ્યાન કોઇટા ગામ પાસે આવતાં અ.પો.કો. મહેન્દ્રસિંહ શંભુજી તથા અ.પો.કો. જીતેન્દ્રકુમાર ગોવિંદભાઇ ને મળેલ હકીકત આધારે ચૌધરી(જાટ) ભરતકુમાર પનાજી રહે,ભારીવાસ, શેરપુરા, તા. ડીસા જી. બનાસકાંઠાવાળો તેના કબજાની સ્વીફ્ટ ગાડી નંબર જી.જે.-૨૪-એ.-૭૬૨૨ માં ગેર કાયદેસર વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ની કુલ બોટલ નંગ-૧૦૫૬ કિ.રૂ.૮૬,૫૯૨ નો મુદ્દામાલ હેરાફેરી કરતાં સ્વીફ્ટ ગાડી કી.રૂ. ૩,૦૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૨ કિ.રૂ.-૪૦૦૦/- તથા જીયો હોટ સ્પોટ કિં.રૂ.-૧૦૦૦/ તથા ગાડીની આર.સી. બુક તથા આધારકાર્ડ કિ.રૂ.-૦૦/૦૦ મળી કુલ કિં.રૂ.- ૩,૯૧,૫૯૨/- ના મુદ્દામાલ સાથે પકડાઇ ગયેલ।
તેમજ તેની મદદગારી કરનાર ભમરાજી નારણાજી રહે, શેરપુરા તથા હરીભાઇ રબારી રહે, હાલ મહેસાણા વાળો હાજર મળી આવેલ ના હોઇ તથા સદરી સ્વીફ્ટ ગાડી ને આ કામના આરોપીએ જી.જે.-૨૪-એ-૭૬૫૨ ની બનાવટી નંબરપ્લેટ લગાવી ગુનો કરેલ હોય જે તમામ આરોપીઓ વિરૂધ્ધમાં પ્રોહી એકટ ક.૬૫એઇ,૯૮(ર),૮૧ તથા ઇ.પી.કો. કલમ-૪૨૭,૪૬૭.૪૭૧.૪૭૨ મુજબ વાગડોદ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી વધુ તપાસ વાગડોદ પોલીસ ને સોંપેલ છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.