પાટણની માતરવાડી પ્રાથમિક શાળામાં સોમવારે વિદ્યાર્થીને શિક્ષિકા દ્વારા પેન ના હોય સોટી વડે ફટકારતા સોટી પડાવી વિદ્યાર્થીએ શિક્ષિકાને ફટકારી દીધી હતી વર્તનને લઇ વિદ્યાર્થીને શાળામાં ના બેસવા દેતા વાલી સહિત વિસ્તારના અન્ય રહીશો એકત્રિત થઇ શિક્ષિકા સામે વિદ્યાર્થીને ઢોર મારતા હોવા સહિત શાળામાં બેસવા ના દેતા હોવાની રાવ સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવતા શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી હતી . 

પાટણના માતરવાડી વિસ્તામાં આવેલ પ્રાથમિક શાળામાં ધોરણ 7 માં અભ્યાસ કરતા પટ્ટણી ધનજીભાઈના પુત્ર જયપાલને શિક્ષિકા દ્વારા જતી અપમાનિત શબ્દોથી બોલાવી વારંવાર માર મારી છેલ્લા કેટલાક દિવસથી શાળામાં બેસવા ના દેતા હોય તેમજ દાખલો લઇ જવા વાલીને દબાણ કરતા હોય સોમવારના રોજ વાલી, માતરવાડી પૂર્વ સરપંચ શૈલેષસિંહ ઠાકોર,પટ્ટણી સમાજના અગ્રણી અને સ્થાનિક રહીશો એકત્રિત થઇ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દિલીપ નાઈને આવેદન પત્ર આપી શિક્ષિકા સામે કાર્યવાહી કરવા તેમજ તેમના દીકરાને પરત શાળામાં અભ્યાસ માટે બેસાડવામાં આવે તેવી માંગ સાથે રજૂઆત કરી હતી અને જો બે દિવસમાં શિક્ષિકા સામે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં શાળાને તાળાબંધી કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. 

વિદ્યાર્થી જયપાલે જણાવ્યું હતું કે મારું પેન્ટ ફાટી જતા હું બદલવા ઘરે ગયો એટલે મોડું શાળામાં આવતા મોડું થયું હતું અને ત્યારબાદ રૂમમાં આવતા મારી પાસે પેન ના હોય બેન દ્વારા મને જ્ઞાતિના નામ પરથી બોલાવી મને સોટી વડે માર માર્યો હતો એકવાર નહીં પણ અનેક વાર આવી રીતે નાના વાંકમાં મને મારતા હતા હવે મને શાળામાં આવવાની ના પાડે છે 

શિક્ષિકા ગીતાબેન પાડ્યાંએ જણાવ્યું હતું કે વિદ્યાર્થી રૂમમાં આવ્યો ત્યારે તેની પાસે કોઈ લખવા માટે ના હોય મેં કાગળ આપતા ઉતાવળા અવાજે મારી પાસે પેન નથી એવું બોલતા મેં ઉતાવળા અવાજે કેમ બોલે છે એમ કહેતા જેમ તેમ બોલતા મેં બે સોટી મારતા એને સોટી પડાવી લઇ મને સોટી મારી અભદ્ર ગાળો બોલતો હોય મેં સ્ટાફના માણસોને બોલાવ્યા હતા અને તેના વાલીને જાણ કરી હતી અમે શાળામાં ના આવવું એવું કહ્યું નથી એ આજે શાળામાં બેઠો છે. 

વાલી ધનજીભાઈ પટ્ટણીએ જણાવ્યું હતું કે શિક્ષિકા શાળામાં અમારા પટ્ટણી સમાજના બાળકોને વાઘરી કહીને બોલાવે છે અને નાના વાંકમાં છોકરાને ઢોર માર મારે છે હવે છોકરા કેટલું સહન કરે મારા છોકરાને 20 દિવસથી મારતા હતા એ છેલ્લે કંટાળી શિક્ષિકાને સોટી મારી હતી.શિક્ષિકા સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ નહીં તો અમે શાળામાં બાળકોને ભણવા મોકલીશું નહીં અને તાળાબંધી કરી વિરોધ કરીશું. 

નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી દિલીપ નાઇએ જણાવ્યું હતું કે વાલીની રજૂઆત આધારે અમે શિક્ષણ વિભાગની ટીમ શાળામાં મોકલીશું અને શિક્ષિકા સહિત બાળકોના જવાબો લઈશું અને જો શિક્ષિકાનું વર્તન ખરાબ હશે તો ચોક્કસ તેમના સામે કાર્યવાહી કરીશું . 

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024