ત્રિકોણબાગ એસબીઆઇ ચોકથી જવાહર રોડ પર ગેલેક્સી હોટેલની નીચે ભગવતીપરાના યુવકો વચ્ચે એક યુવતીને પામવા માટેની તકરાર શરૂ થઇ હતી. યુવતીને જેની સાથે અગાઉથી સંબંધ હતા તે સાજીદને રજાકે ફડાકો માર્યો હતો. સાજીદ પર હુમલો થતાં તેના મિત્ર મુસ્તાકે રિક્ષામાંથી કિક કાઢી રજાકને આડેધડ ફટકારવાનું શરૂ કર્યું હતું, સાજીદે રિક્ષામાંથી છરી કાઢી રજાકને એક ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. યુવકની હત્યા થઇ તેનાથી 50 ફૂટ દૂર જ પોલીસ ટ્રાફિક નિયમન કરાવી રહી હતી. પોલીસની હાજરી હોવા છતાં લુખ્ખાઓએ સરાજાહેર ખૂની ખેલ ખેલ્યો હતો.
સાજીદે રિક્ષામાંથી છરી કાઢી રજાકને એક ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. યુવકની હત્યા થઇ તેનાથી 50 ફૂટ દૂર જ પોલીસ ટ્રાફિક નિયમન કરાવી રહી હતી. પોલીસની હાજરી હોવા છતાં લુખ્ખાઓએ સરાજાહેર ખૂની ખેલ ખેલ્યો હતો.
શહેરના ત્રિકોણબાગ નજીક જવાહર રોડ પર ગેલેક્સી હોટેલની નીચે આવેલી મોમાઇ ચા નામની દુકાન પાસે સાંજે 5 વાગ્યે ત્રણ મિનિટના અંતરમાં બે રિક્ષા આવી હતી અને બંને રિક્ષામાંથી છ લોકો ઉતર્યા હતા. પ્રથમ આવેલી રિક્ષામાંથી ઉતરેલા ભગવતીપરાના સાજીદની નજર બીજી રિક્ષામાં આવેલા ભગવતીપરાના રજાક યુસુફ જુણેજા (ઉ.વ.23) સામે પડી હતી અને બંનેએ એકબીજા સામે ઘૂરકિયા કર્યા હતા.
થોડીવાર બાદ રજાક જુણેજાએ સાજીદની નજીક જઇ તેને ગાળો ભાંડી હતી અને ફડાકા મારી લાતો ફટકારી હતી. સાજીદ પર હુમલો થતાં તેના બે સાગરીતો તેની મદદે દોડી ગયા હતા. એક શખ્સે રિક્ષાની કિક કાઢી રજાકને ફટકારવાનું શરૂ કર્યું હતું.
ઉશ્કેરાયેલા સાજિદે દોડીને રિક્ષામાંથી છરી કાઢી હતી અને રજાકના વાંસાના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો. છરીના ઘાથી રજાક ઢળી પડ્યો હતો અને લોહીથી લથબથ થઇ ગયો હતો, લોકોની અવર જવરથી સતત ધમધમતા જવાહર રોડ પર 200થી વધુ લોકોની વચ્ચે જાહેરમાં યુવક પર છરી હુલાવાતા નાસભાગ મચી ગઇ હતી.
મોટી સંખ્યામાં લોકો હાજર હતા. પરંતુ ઝનૂની બનેલા હુમલાખોરોને ટપારવાની કોઇએ હિંમત કરી નહોતી. ગંભીર રીતે ઘવાયેલા રજાકને તેના મિત્ર શાહરુખે રિક્ષામાં બેસાડી તાકીદે તેને હોસ્પિટલમાં ખસેડ્યો હતો જોકે ફરજ પરના તબીબે રજાકને મૃત જાહેર કર્યો હતો.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ભગવતીપરામાં રહેતો રજાક જુણેજા બે ભાઇ અને બે બહેનમાં નાનો હતો અને રિક્ષા ચલાવતો હતો. રજાકની પાડોશમાં જ રહેતા સાજીદ રજાક ભટ્ટીને કરીશ્મા નામની યુવતી સાથે સંબંધ હતા, રજાકે પણ એ યુવતી સાથે મિત્રતા કેળવવાનો પ્રયાસ કરતા દોઢ મહિના પૂર્વે બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. યુવતી બાબતે શરૂ થયેલી તકરારમાં બાર દિવસ પૂર્વે પણ બંને વચ્ચે ઝઘડો થયો હતો અને સોમવારે સાંજે સાજીદ તથા મુસ્તાક રજાક ભટ્ટીએ રજાક જુણેજાનું કાસળ કાઢી નાખ્યું હતું. પોલીસે બંને આરોપીને ગણતરીની કલાકમાં ઝડપી લઇ રિમાન્ડ પર લેવાના ચક્રો ગતિમાન કર્યા હતા.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.